પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાવલકોટ વિસ્તારમાં પાકિસ્તાની સેના, પોલીસ અને અન્ય સુરક્ષા દળોએ નાગરિકો પર લાઠીચાર્જ કર્યા છે.
પાકિસ્તાનમાં મોત પર બવાલ
1 જાન્યુઆરીથી 16 જુલાઈ 2026 દરમિયાન 600થી વધુ નાગરિકો અને 820થી વધુ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. એવો પણ અંદાજ છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો 2026ના અંત સુધીમાં 1,600 થી 1,700 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ પોતાના જીવ ગુમાવી શકે છે. છેલ્લા 36 કલાકમાં જ 35 થી વધુ લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. જૂન અને જુલાઈ દરમિયાન કુલ 150 થી વધુ નાગરિકોના મોત પણ નોંધાયા છે.
ચોંકાવનારા આંકડાઓ આવ્યા સામે
1 જાન્યુઆરીથી 16 જુલાઈ, 2026 દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદ અને ઉગ્રવાદની 755 થી વધુ ઘટનાઓ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન 600 થી વધુ નાગરિકો અને 820 થી વધુ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. એવો પણ અંદાજ છે કે જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો 2026 ના અંત સુધીમાં 1,600 થી 1,700 પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓ પોતાના જીવ ગુમાવી શકે છે.
ભારતે વિરોધ પ્રદર્શનો મામલે શુ આપી પ્રતિક્રિયા ?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, "ભારતનું વલણ સ્પષ્ટ અને જાણીતું છે. જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો, જેમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર અને બળજબરીથી કબજામાં લેવાયેલા વિસ્તારો શામેલ છે, ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે." તેમણે કહ્યું કે પીઓકેમાં ચાલી રહેલા વ્યાપક વિરોધ પ્રદર્શનો પાકિસ્તાનના આર્થિક શોષણ, લોકોના મૂળભૂત અધિકારોનો ઇનકાર અને વહીવટી દમનનું સીધું પરિણામ છે.
આ પણ વાંચોઃ બિલાવલ ભુટ્ટોએ શાસક પક્ષ પર લગાવ્યો વોટ ચોરીનો આરોપ, કહ્યું કાશ્મીરનું ભવિષ્ય કાશ્મીરીઓ જ નક્કી કરશે
