UAE એ પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનુ બંધ કરી દીધુ છે. આ વાતનો ખુલાસો ગુરૂવારે સંસદીય સમિતિ સમક્ષ યુએઇના ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે પાકિસ્તાન માટે વધુ એક શરમજનક પરિસ્થિતિ ઉભી થઇ છે.
પાકિસ્તાન સામે એક વધુ શરમજનક પરિસ્થિતિ ઉભી થઈ
પાકિસ્તાન સામે વધુ એક શરમજનક પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. સંયુક્ત અરબ એમીરાત હવે પાકિસ્તાનીઓને વિઝા નથી આપી રહ્યુ પાકિસ્તાનના મંત્રાલયના વરિષ્ઠ અધિકારી દ્વારા આપેલી માહિતી પ્રમાણે હવે પાકિસ્તાનના કોઇ નાગરિકને યુએઇના વિઝા નહીં મળે. તેઓએ પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ તેઓ વિઝા પણ નથી આપી રહ્યા.
ડોન અખબારના રિપોર્ટ મુજબ, સચિવ સલમાન ચૌધરીએ માનવ અધિકાર પર થયેલી સેનેટની કાર્યાત્મક સમિતિની બેઠક દરમિયાન આ અંગે ખુલાસો કર્યો છે. અખબાર મુજબ, તેમણે કહ્યું કે સાઉદી અરબ અને યુનાઇટેડ અરબ એમીરાતે પાકિસ્તાની પાસપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો નથી પરંતુ તેમણે ચેતવણી આપી કે જો એક વાર પ્રતિબંધ લગાવવામાં આવશે તો તેને દૂર કરવું મુશ્કેલ બની શકે છે.
આખરે પાકિસ્તાનના લોકોને વિઝા શા માટે આપવામાં નથી આવતા?
મોટા ભાગે UAEમાં મુસાફરી કરતા પાકિસ્તાની લોકો ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે. તેવી ચિંતાને કારણે તેમને વિઝા આપવામાં આવતા નથી. તેમણે કહ્યું કે સમિતિને જણાવવામાં આવ્યું છે કે UAE પાકિસ્તાનીઓને વિઝા આપતું નથી અને તાજેતરના દિવસોમાં ઘણી મુશ્કેલી બાદ ખૂબ જ ઓછા લોકોને વિઝા આપવામાં આવ્યા છે.એ પણ દરેક વસ્તુને ધ્યાનમાં રાખ્યા બાદ.
સમિતિના અધ્યક્ષ સેનેટર સમીના મુમતાઝ ઝહરીએ પણ આ વાતની પુષ્ટિ કરીને જણાવ્યું કે આ પ્રતિબંધ વારંવાર બનતી ઘટનાઓ બાદ જ લાગુ કર્યો છે, કારણ કે UAEમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પાકિસ્તાની લોકો જ સામેલ જોવા મળ્યા હતા.