અમેરિકામાં શનિવારે બે મહત્વના આયોજન કરવામાં આવ્યા હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો જન્મદિવસ અને અમેરિકી સેનાની સ્થાપનાની 250 મી વર્ષગાંઠ. આ ઐતહાસિક દિવસની વોશિંગ્ટન ડીસીમાં સેનાની પરેડ સાથે ઉજવણી કરવામાં આવી. પણ આ સમારોહની વચ્ચે એક મોટો રાજનીતિક વિવાદ ત્યારે ઉભો થયો જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે એવો દાવો કર્યો કે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરને પરેડમાં મબેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા. તેના પર વ્હાઈટ હાઉસને સફાઈ આપવી પડી.
ભવ્ય સેના પરેડમાં ટ્રમ્પ સહિત ઘણી હસ્તીઓએ આપી હાજરી













