પાકિસ્તાનને ડીલ બાબતે હજુ સફળતા મળી નથી. હવે ક્રિકેટના માધ્યમથી ઇસ્લામાબાદ આ ડીલ કરવા માટે તૈયારી કરી રહ્યુ છે.

પાકિસ્તાનની મંનશા આવી સામે

ક્રિકેટ મેચ દ્વારા પાકિસ્તાન બાંગ્લાદેશના પક્ષમાં બેટિંગ કરી રહ્યુ છે. પાકિસ્તાને પ્રથમ ભારત સાથે રમવા માટે જાહેરાત કરી હતી. પરંતુ હવે બાંગ્લાદેશ સાથે પોતાના સુર પરોવી રહ્યો છે. પાકિસ્તાનના પ્રયત્નો મેચ દ્વારા પોતાના જુના બદલા લેવાનો છે. પાકિસ્તાનની મંનશા છે કે, તે ઢાકામાં તે પોતાની પકડ મજબૂત કરે. આ તમામ હરકતથી ભારતના પાડોશમાં પાકિસ્તાન પોતાનું વર્ચસ્વ મજબૂત કરી શકે.

મેચ રમવા માટે પાકિસ્તાનની શરતો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સામે 3 મોટી શરતો મુકી છે. તેમાં બાંગ્લાદેશ માટે વધુ પડતુ વળતર આપવું, વિશ્વ કપમાંથી બહાર થયા બાદ પણ બાંગ્લાદેશને ભાગીદારી કિંમતની ચુકવણી અને ભવિષ્યમાં કોઇપણ આઇસીસી આયોજનની યજમાનગીરી કરવાનો અધિકાર સામેલ છે. બાંગ્લાદેશના પક્ષમાં ખુશામત કરવા પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે શ્રીલંકામાં મેચ રમાવાની હતી.

કઇ ડીલ કરવા ઇચ્છે પાકિસ્તાન ?

1. પાકિસ્તાનની પ્રથમ ઇચ્છા બાંગ્લાદેશમાં નેટવર્ક સ્થાપવાની છે. જેના માટે પાકિસ્તાન ઢાકાથી ઇસ્લામાબાદ સુધી જહાજ અને પ્લેનથી ચાલી શકે. હાલમાં જ કરાંચીથી ઢાકા સુધી સીધી ફ્લાઇટ શરુ કરાઇ છે.

2. બાંગ્લાદેશ ચોખા સહિત અન્ય કેટલીક જરુરિયાત મંદ વસ્તુઓ ભારતથી ખરીદતો હતો. પાકિસ્તાનના પ્રયત્ન બાંગ્લાદેશને ચોખા વેચવાના છે. પાકિસ્તાને હાલમાં બાંગ્લાદેશને 50 હજાર ટન ચોખા વેચ્યા હતા. પાકિસ્તાન ચોખા ઉત્પાદન માટે મોટું કેન્દ્ર છે.

3. પાકિસ્તાનના પ્રયત્ન બાંગ્લાદેશ સાથે ગુપ્તચર ભાગીદારી કરવાનો છે. જેના માટે બન્ને દેશ ઘણીવાર વાતચીત કરી ચુક્યા છે. પાકિસ્તાન ઇચ્છે છે કે, તેમના જાસૂસ સત્તાવાર રીતે બાંગ્લાદેશમાં રહે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 4096 કિમીની સરહદ છે.

4. પાકિસ્તાન બાંગ્લાદેશને ચીન નિર્મિત JF-17 લડાકુ વિમાન પણ વેચવા ઇચ્છે છે. તેના માટે વાતચીતનો દૌર પણ શરુ કરાયો છે. બાંગ્લાદેશની સેના પોતાની અંદર આધુનિકીકરણના પ્રયાસમાં જોડાયેલી છે. આ પ્રયાસ હેઠળ નવા-નવા ફાઇટર જેટ અને હથિયાર ખરીદી શકાય છે.

5. પાકિસ્તાન બાંગ્લાદેશને કરાંચી પોર્ટ ભાડે આપવા ઇચ્છે છે. પાકિસ્તાને હમણા જ ઢાકાથી નિવેદન જાહેર કર્યુ હતુ કે, તેઓ કરાંચી પોર્ટ લઇ લે. જ્યાંથી વેપાર કરવું દુનિયાભરમાં સરળ રહેશે.

આ પણ વાંચોઃ UIDAIએ બનાવ્યો રેકોર્ડ, 83 હજાર શાળાઓમાં 10 મિલિયન બાળકો માટે આધાર કર્યુ અપડેટ

  • Follow us on: