ફ્રાન્સની રાજધાની પેરિસ ખાતે સ્થિત લૂવર મ્યૂઝિયમમાં ધોળે દિવસે મોટી ચોરીની ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે રવિવારે 3 થી 4 લૂંટારૂઓ ચેન્સો લઈને લૂવર મ્યૂઝિયમમાં પ્રવેશ્યા અને માત્ર 4 મિનિટમાં નેપોલિયન યુગના 9 અમૂલ્ય દાગીનાઓ ચોરીને ફરાર થઇ ગયા. લૂવર મ્યૂઝિયમમાં ધોળે દિવસે થયેલી આ ઘટનાએ અધિકારીઓને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે.


ચોરીને અંજામ આપવા માટે બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ કર્યો

લૂવર મ્યૂઝિયમમાં થયેલી આ ઘટનાની માહિતી આપતા ફ્રાન્સના ગૃહ મંત્રી લોરેન્ટ ન્યુનેઝે આપી હતી. તેમણે જણાવ્યું કે ચોરોએ આ ચોરીને અંજામ આપવા માટે બાસ્કેટ લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. ચોરાયેલા દાગીના અતિ બેશકીમતી હતા. ચોરોએ લિફ્ટ દ્વારા બારી સુધી પહોંચ બનાવી અને ડિસ્ક કટરથી કાચ કાપી ‘એપોલો ગેલેરી’માં પ્રવેશ કર્યો હતો, જ્યાં ફ્રેન્ચ ક્રાઉન જ્વેલ્સ રાખવામાં આવ્યા હતા.

લૂવર મ્યૂઝિયમમાં ધોળે દિવસે લૂંટફાટ

ફ્રેન્ચ ગૃહમંત્રીએ આ મુદ્દે જણાવ્યું હતું કે આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે રવિવાર સવારે 9:30 વાગે બની હતી. આ દરમિયાન લૂવર મ્યૂઝિયમ જનતા માટે ખુલ્લું મુકાયુ હતું. એક રિપોર્ટ પ્રમાણે ફ્રેન્ચ સંસ્કૃતિ મંત્રી રશિદા દાતીએ લૂંટારૂઓને વ્યાવસાયિક ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ લૂંટફાટ માત્ર 4 મિનિટમાં પૂરી કરી લૂંટારૂઓ મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા. તેમણે આ બાબતે કહ્યુ કે રાણી યૂજનીનો એક દાગીનો, જે ભાગતી વખતે પડી ગયો હતો, તે મ્યૂઝિયમની બહાર મળી આવ્યો છે. હાલમાં લૂવર મ્યૂઝિયમ થોડા દિવસ માટે બંધ રહેશે.

સીસીસીટીવી ફૂટેજમાં શું જોવા મળ્યું?

મ્યૂઝિયમની બહારની ફૂટેજમાં જોવામાં આવ્યું કે પોલીસે મ્યૂઝિયમના ગેટ અને આસપાસની રસ્તાઓ બંધ કરી દીધી હતી, જેના કારણે લોકો ગભરાઈને બહાર દોડી રહ્યા હતા. ત્યાંજ, પ્રવાસીઓની ભીડ મ્યૂઝિયમની બહાર આમ તેમ ફરતી જોવા મળી હતી.


  • Follow us on: