બચાવ કામગીરી દરમિયાન ઘણા બાળકોના મોત થયા હતા. કેટલાક ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાયલોની સારવાર શરુ
ખૈબર પખ્તુનખ્વાના પાટનગર પેશાવરમાં એક શાળાની છત ધરાશાયી થતાં 28 વિદ્યાર્થીઓના મોત થયા છે. માર્યા ગયેલા બધા બાળકો 13 વર્ષથી ઓછી ઉંમરના હતા. આ અકસ્માતમાં એક શિક્ષિકાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે ઓછામાં ઓછા 25 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કેટલાક ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાસ્થળે સેના બોલાવાઈ
સ્થાનિક વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી માટે સેનાને બોલાવી છે. સેનાના જવાનો કાટમાળ દૂર કરવા અને બાળકોને બચાવવાનું કામ કરી રહ્યા છે. ઘટનાસ્થળ પરથી મળેલા ફોટામાં શાળાની ઇમારત ઘણી જૂની હોવાનું દર્શાવવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શાળા માટી અને લાકડાની બનેલી હતી.
શાળા સંચાલકની ધરપકડ
પેશાવર પોલીસ અધિકારી સીસીપીઓ મિયાં સઈદના જણાવ્યા અનુસાર, શાળા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. શાળા ત્રણ માળની ઇમારત હતી. છત ધરાશાયી થવાની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ ફાકલેન્ડ દ્વીપ માટે બ્રિટન અને આર્જેન્ટિના વચ્ચે તણાવ, તેલ-ગેસના ખજાના પર કબજો મેળવવાની હોડ
