પીએમ મોદી જાપાન અને ચીનના પ્રવાસે હતા. SCO સમિટમાં શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે જોવા મળ્યા. પીએમ મોદીના ચીન પ્રવાસની એક એક તસવીરો એવી મજબૂત હતી કે દુશ્મન દેશો તો જોઇને ફફડે.. જો કે થયુ પણ એવુ જ. પીએમ મોદીનો આ પ્રવાસ એટલો ચર્ચામાં રહ્યો કે અમેરિકા ખુદ ભારતના વખાણ કરવા લાગ્યુ. ત્યારે ચીનમાં પણ નમો નમો થઇ ગયુ. ચીની સોશિયલ મીડિયામાં પીએમ મોદી છવાઇ ગયા. આવો જાણીએ કેવી રીતે..
સોશિયલ મીડિયામાં ચર્ચામાં
પીએમ મોદીનો ચાર્મ ફક્ત ભારત કે અમેરિકા-બ્રિટન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમણે વિશ્વભરના દેશો પર ઊંડી છાપ છોડી છે. હવે આ યાદીમાં ચીનનું નામ પણ સામેલ થઈ ગયું છે. પીએમ મોદી ચીનના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે તિયાનજિનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા અને જિનપિંગે પણ તેમને ઉષ્માભર્યા સ્વાગત કર્યું. પીએમ મોદીની આ મુલાકાતથી તેમણે ચીનના સોશિયલ મીડિયા પર પ્રભૂત્વ જમાવી દીધુ. ચીનનુ ટ્વિટર ગણાતા વેઇબો પર પીએમ મોદી ચર્ચામાં છે.
એક જ કારમાં બેઠા તે પણ ટ્રેન્ડમાં
વાસ્તવમાં, પીએમ મોદીનો ચીનનો પ્રવાસ બે દિવસનો છે, જેના માટે તેમને ચીનની પ્રતિષ્ઠિત મેડ ઇન ચાઇના હોંગકી કાર આપવામાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ તેમના સત્તાવાર પ્રવાસોમાં આ કારનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત સૌથી રસપ્રદ વાત એ હતી કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને પીએમ મોદી એક જ કારમાં બેઠક માટે નીકળ્યા હતા અને આ કાર ઓરસ કાર હતી. આ પુતિનની પ્રેસિડેન્સિયલ કાર છે. તેની પર ચીની રાજદ્વારી નંબર પ્લેટ હતી.
સોશિયલ મીડિયામાં પીએમ મોદી ટ્રેન્ડમાં
જ્યારે પીએમ મોદી પુતિનની કારમાં બેઠા ત્યારથી જ તેઓ ચીની 'ટ્વિટર' વેઇબો પર ટ્રેન્ડ કરવા લાગ્યા હતા. 'મોદીએ પુતિનની કાર લીધી' આ ટેગ વેઇબો પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હાલમાં વેઇબો પર નંબર વન ટ્રેન્ડ કરી રહ્યું છે. આ ઉપરાંત, પીએમ મોદી ચીની સર્ચ એન્જિન બાયડુ પર પણ સૌથી વધુ સર્ચ કરાયા છે. પીએમ મોદી અને પુતિન ગળે મળ્યા અને હાથ પકડીને વાત કરી જે બાયડુ પર ટોપ ટ્રેન્ડમાં છે. ચીની લોકો ફક્ત તેમના વિશે વાત કરી રહ્યા છે.
ચીનમાં પીએમ મોદીએ શું કહ્યું?
SCO બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આતંકવાદને વિશ્વ માટે સૌથી મોટો ખતરો ગણાવ્યો. આ દરમિયાન તેમણે પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે આતંકવાદને કેટલાક દેશોનો ખુલ્લેઆમ ટેકો કેવી રીતે સ્વીકારવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આપણે દરેક સ્વરૂપ અને રંગમાં આતંકવાદનો એકસાથે વિરોધ કરવો પડશે. માનવતા પ્રત્યે આ આપણી જવાબદારી છે.