અમેરિકા તરફથી ભારત પર લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફને લઇને ચારે તરફ ચર્ચાઓ થઇ રહી છે. કહેવામાં આવી રહ્યુ છે કે ટ્રમ્પ પ્રશાસને ટેરિફ લગાવવના નિર્ણયથી ભારતના વેપાર પર નકરાત્મક અસરને ન્યૂનત્તમ રાખવા માટે મોદી સરકાર કેટલીક મહત્વની સમજૂતી કરી શકે છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ટેરિફ અમલમાં આવ્યા પછી તેમની પહેલી વિદેશ મુલાકાત પર જાપાન પહોંચ્યા છે. જ્યાં તેઓ ભારત-જાપાનના વાર્ષિક સમ્મેલનનો ભાગ બનશે.જાપાનના શિગેરૂ ઇશિબા સાથે મુલાકાત પણ કરશે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ મહ્તવના મુદ્દાઓ પર ચર્ચાઓ પણ કરશે. આવો જાણીએ કયા કયા મુદ્દા પર ચર્ચા કરશે.


ભારત અને જાપાન વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?

1. ક્વાડ ગઠબંધન

અમેરિકા સાથેના અલગ અલગ મુદ્દાઓ પર થયેલા તણાવ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાપાન પ્રવાસ મુખ્યત્વે સુરક્ષાના મુદ્દા પર વધુ કેન્દ્રિત રહેશે. ખાસ કરીને ક્વાડ ગંઠબંધન. ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ક્વાડને લઇને કહ્યુ કે ક્વાડ ખરેખર, તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા, સમૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો એજન્ડા આરોગ્ય સુરક્ષા, મહત્વપૂર્ણ અને ટેકનોલોજી જેવા વ્યાવહારિક સહકારના મુદ્દાઓ સુધી વિસ્તરી ગયો છે.

તાજેતરમાં જ મહત્વપૂર્ણ ખનિજ સપ્લાય ચેઇનને વધુ મજબૂત બનાવવી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઇ છે. આ દરેક વિષયો ભારત અને જાપાન માટે પ્રાથમિકતા ધરાવે છે. બંને દેશો આ મંચ અને ભાગીદારીને ખૂબ જ મહત્વ આપે છે. બંને દેશો ક્વાડના ભાગીદારો સાથે મળીને સહકાર આગળ વધારવા ઉત્સુક છે. જ્યારે વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન મળશે ત્યારે ક્વાડ ચોક્કસપણે મુખ્ય ચર્ચાનો વિષય રહેશે.

2. રક્ષા સમજૂતી

અમેરિકા સાથે વેપાર સંબંધોમાં તણાવને કારણે ભારત રક્ષા ક્ષેત્રમાં પોતાના વિકલ્પો વધારવા માગે છે. આ સંદર્ભમાં વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન કિશીદા વચ્ચે રક્ષાએ સમજૂતી મહત્વનો મુદ્દો બની શકે છે. વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે, બન્ને દેશો મળીને યુનિફાઈડ કોમ્પ્લેક્સ રેડિયો એન્ટેના પ્રોજેક્ટ પર સહ-ઉત્પાદન કરી રહ્યા છે. નવેમ્બર 2024માં તેના પર સહી થઇ ગઈ હતી. ભારતીય નૌકાદળ અને જાપાની નૌકાદળ પણ ભારતમાં જહાજોની મરામત માટે સહકારની તકો શોધી રહ્યા છે.

એક રિપોર્ટ પ્રમાણે 2008ની સુરક્ષા સહયોગ જાહેરાત હેઠળ ભારત અને જાપાન રક્ષણ સંબંધો વધારે ગાઢ બનાવવાની દિશામાં આગળ વધી શકે છે. સ રક્ષણ સાધનો અને હથિયાર ઉત્પાદન માટેની વાત પણ આગળ વધી રહી છે. થોડા સમય પહેલાં જ જાપાને ભારતને ફાઈટર જેટના એન્જિન સાથે સંકળાયેલી ટેકનોલોજી સાથે સહવિકાસ માટે આમંત્રણ આપ્યું હતું.

3. વેપારિક સંબંધો

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અને જાપાન ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બંને દેશો અમેરિકી ટેરિફની અસરોથી બચવા માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતી સાધી શકે છે. આયાત-નિકાસ અને રોકાણ સંબંધિત મોટી સમજૂતીનો અંદાજ છે. જાપાનના વડાપ્રધાન અગાઉ જણાવ્યું હતું કે તેઓ આવતા દાયકામાં ભારતમાં 10 ટ્રિલિયન યેન એટલે કે લગભગ ₹5.95 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. બંને દેશ દવાઓથી લઈ ઓટોમોબાઇલ ક્ષેત્ર સુધી નજીકના ભાગીદાર બનવાની તૈયારીમાં છે.

જાપાની મીડિયાના જણાવ્યા મુજબ, જાપાન ભારતમાં રોકાણ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સેમીકંડક્ટર જેવા મહત્વના ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા માગે છે. આ કંપનીઓ પોતાનું સેટઅપ ભારતમાં સ્થાપશે અને સ્થાનિક નિષ્ણાતોને રોજગાર આપશે. બંને દેશોની AI કંપનીઓ મળીને ઉદયમાન ટેકનોલોજી પર કામ શરૂ કરશે. વડાપ્રધાન મોદી તેમના પ્રવાસના બીજા દિવસે ટોક્યોમાં "એલેક્ટ્રોન" નામની કંપની પણ મુલાકાત લેશે. જે ચિપ નિર્માણ માટેના સાધનો બનાવે છે. ભારતે પોતાના સેમીકંડક્ટર ઉદ્યોગને મજબૂત બનાવવા માટે જાપાનની કંપનીઓ સાથે જોડાણ વધારવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

4. બુલેટ ટ્રેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના સેન્ડાઈ સ્થિત તોહોકુ શિંકોનસેન પ્લાન્ટની મુલાકાત લેશે. જ્યાં બુલેટ ટ્રેનના કોચ બનાવવામાં આવે છે. ભારતના મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે બંને દેશો વચ્ચે E10 બુલેટ ટ્રેન માટે સમજૂતી થઈ શકે છે. આ ટ્રેનની ઝડપ 320 કિમી પ્રતિ કલાક છે અને તેમાં ભૂકંપ દરમિયાન પાટા પરથી ઊતરતા અટકાવવાની ટેકનોલોજી છે. ભવિષ્યમાં આ ટ્રેનો ડ્રાઇવરલેસ પણ બની શકે છે.


  • Follow us on: