પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રવિવારે મલયેશિયાની રાજધાની પુત્રાજાયામાં આવેલા પર્દાના પુત્રા ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.આ દરમિયાન મલયેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે તેમનું સ્વાગત કર્યું હતું.પીએમ ઇબ્રાહિમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય ચર્ચા કરી. તેમણે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન કહ્યુ કે ભારત અને મલેશિયાની સમજૂતી ઐતિહાસિક, બંને દેશો વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે.
દ્વિપક્ષીય બેઠક અને મહત્વના કરારો
સ્વાગત વિધિ બાદ બંને દેશોના નેતાઓએ મંત્રી સ્તરના પ્રતિનિધિમંડળો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને મલયેશિયા વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ગાઢ સહયોગ માટે ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય ચર્ચા કરી. તેમણે દ્વિપક્ષીય ચર્ચા દરમિયાન કહ્યુ કે ભારત અને મલેશિયાની સમજૂતી ઐતિહાસિક, બંને દેશો વચ્ચે સહયોગ સતત વધી રહ્યો છે.
ડિજિટલ ક્રાંતિ અને UPIની એન્ટ્રી
શનિવારે ક્વાલાલમ્પુર ખાતે ભારતીય સમુદાયને સંબોધતા પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ભારતની અત્યાધુનિક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) ટૂંક સમયમાં મલયેશિયામાં કાર્યરત થશે. આનાથી પ્રવાસન અને વેપાર ક્ષેત્રે નાણાકીય વ્યવહારો અત્યંત સરળ બની જશે.
નવું વાણિજ્ય દૂતાવાસ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે સહયોગ
પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોની સુવિધા માટે મલયેશિયામાં ભારતનું નવું વાણિજ્ય દૂતાવાસ (Consulate) ખોલવાની જાહેરાત કરી હતી. તેમણે ગૌરવ સાથે જણાવ્યું કે એશિયાના સૌથી મોટા ઇન્સ્યુલિન ઉત્પાદન એકમની સ્થાપનામાં ભારતની ભૂમિકા મહત્વની રહી છે. પીએમ મોદીના આ પ્રવાસથી દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતની 'એક્ટ ઈસ્ટ' પોલિસી વધુ મજબૂત બની છે.
આ પણ વાંચોઃ Russia ભારતીય વિદ્યાર્થીઓ પર તીક્ષ્ણ હથિયાર જીવલેણ હુમલો, 4 ગંભીર રીતે ઘાયલ