PM નરેન્દ્ર મોદીને એક વધુ મોટું આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે. આફ્રિકન દેશ ઇથિયોપિયાએ તેમને પોતાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ગ્રેટ ઓનર નિશાન’ (Grand Order of Honour) અર્પણ કર્યો છે. આ સન્માન પ્રધાનમંત્રી મોદીને ભારત અને ઇથિયોપિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના, પરસ્પર સહયોગને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાના અને વૈશ્વિક મંચ પર વિકાસશીલ દેશોની અવાજને મજબૂતીથી રજૂ કરવાની ભૂમિકા માટે આપવામાં આવ્યું છે.

PM મોદીને મળ્યું એક વધુ આંતરરાષ્ટ્રીય સન્માન

ઇથિયોપિયા સરકારના જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ માત્ર ભારત પૂરતું સીમિત નથી, પરંતુ તેમણે વૈશ્વિક સ્તરે શાંતિ, વિકાસ અને સહયોગને પ્રોત્સાહન આપ્યું છે. ભારત અને ઇથિયોપિયા વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે, જેને છેલ્લા કેટલાક વર્ષોમાં આર્થિક, કૂટનીતિક અને તકનીકી સહયોગ દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોથી બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં સહકાર વધ્યો છે.

https://twitter.com/ANI/status/2001126355388522731

PM મોદીએ ઇથિયોપિયા સરકાર અને ત્યાંની જનતાનો આભાર વ્યક્ત કર્યો

આ સન્માન પ્રાપ્ત કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ઇથિયોપિયા સરકાર અને ત્યાંની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ સન્માન 140 કરોડ ભારતીયોનું સન્માન છે અને ભારત-ઇથિયોપિયા વચ્ચેની ગાઢ મિત્રતાનું પ્રતીક છે. પીએમ મોદીએ આફ્રિકા સાથે ભારતના સંબંધોને ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યા અને જણાવ્યું કે ભારત હંમેશા આફ્રિકન દેશોના વિકાસમાં ભાગીદાર બની રહેશે.

 ભારત-આફ્રિકા સંબંધોમાં નવી ઉર્જા અને વિશ્વાસનો સંકેત

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ઇથિયોપિયા દ્વારા આપવામાં આવેલું આ સન્માન ભારતની સક્રિય વિદેશ નીતિ અને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવે છે. આ સન્માન માત્ર કૂટનીતિક સફળતા જ નથી, પરંતુ ભારત-આફ્રિકા સંબંધોમાં નવી ઉર્જા અને વિશ્વાસનો સંકેત પણ છે.

આ પણ વાંચો: Indigo Flight Delay: ઇન્ડિગોથી મુસાફરી કરનારા રહે સાવધાન, એરલાઇન્સે જાહેર કરી એડવાઇઝરી