અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવા માટે એક નવો પ્લાન તૈયાર કર્યો છે. જેના પર ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ પણ સહમત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના આ પ્લાનની સરાહના કરી છે. તેમણે કહ્યુ કે આ પ્લાન ફિલિસ્તીની અને ઇઝરાયલી લોકોની સાથે સાથે વ્યાપક વેસ્ટ એશિયાઇ વિસ્તારમાં લાંબા અને સ્થાયી શાંતિ, સુરક્ષા અને વિકાસનો રસ્તો ખોલનારા છે.
વ્હાઇટ હાઉસે સોમવારે 20 સૂત્રી દસ્તાવેજને જાહેર કર્યા છે. જેમાં તત્કાલ સીઝફાયર, ગાઝાથી ઇઝરાયલની વાપસી અને હમાસના નિઃશસ્ત્રીકરણ જેવી માગ કરવામાં આવી છે. ટ્રમ્પે કહ્યુ કે આશા છે કે અમે શાંતિ માટે એક સમજૂતી કરીશું અને જો હમાસ આ સમજૂતીને નામંજૂર કરે છે તો આ ડીલથી માત્ર તે જ બચી શકશે.
ટ્રમ્પના પ્લાનનું કર્યુ સ્વાગત
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરતા કહ્યુ કે, અમે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે એક વ્યાપક પ્લાનના એલાનનુ સ્વાગત કરીએ છીએ. આ પ્લાન ફિલિસ્તીની અને ઇઝરાયલી લોકોની સાથે સાથે વ્યાપક વેસ્ટ એશિયાઇ ક્ષેત્ર માટે દીર્ઘકાલિક અને સ્થાયી શાંતિ, સુરક્ષા અને વિકાસનો એક માર્ગ પ્રદાન કરે છે. અમને આશા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલ પાછળ તમામ સંબંધિત પક્ષો એક થશે અને યુદ્ધનો અંત લાવવા અને શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે.
ટ્રમ્પના પ્લાન પર અનેક દેશોની પ્રતિક્રિયા
એક સંયુક્ત નિવેદનમાં સાઉદી અરબ, જોર્ડન,સંયુક્ત અરબ એમીરાત, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન, તુર્કી , કતાર અને મિસ્ત્રના વિદેશ મંત્રીઓએ ટ્રમ્પના નેતૃત્વ અને પ્રામાણિક પ્રયાસોની પ્રશંસા થાય છે.સાથે જ યુદ્ધનોનો અંત લાવવા, ગાઝાનું પુનર્નિર્માણ કરવા અને પશ્ચિમ કાંઠા પર ઇઝરાયલના કબજાને રોકવાની આ યોજનાનું પણ સ્વાગત કર્યું છે.ફ્રાન્સિસી રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ આ પ્લાનને યુદ્ધ સમાપ્ત કરવા અને બંધકોને છોડાવવાનો એક મહત્વનો અવસર કહ્યુ, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે આ ઠરાવ એક વળાંક લાવી શકે છે, જે દુશ્મનાવટનો કાયમી અંત, તમામ બંધકોને તાત્કાલિક મુક્તિ અને સંપૂર્ણ અને સલામત માનવતાવાદી પ્રવેશને સક્ષમ બનાવશે.