અમેરિકા સ્થિત પ્રતિષ્ઠિત ઓપિનિયન પોલસ્ટર 'મોર્નિંગ કન્સલ્ટ' દ્વારા વિશ્વના 24 લોકશાહી દેશોના નેતાઓ અંગે હાથ ધરાયેલા તાજેતરના સર્વેક્ષણમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ સર્વે સાત દિવસના સરેરાશ વ્યૂઝ અને જનતાના સંતોષના આધારે કરવામાં આવ્યો છે, જેમાં પીએમ મોદી અન્ય તમામ શક્તિશાળી દેશોના નેતાઓને પાછળ છોડી દીધા છે.


પીએમ મોદી ટોચ પર, મેર્ઝ અને મેક્રોન સૌથી નીચે

સર્વેના પરિણામો મુજબ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 70% અપ્રુવલ રેટિંગ મળ્યું છે. તેમના પછી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યોંગ 63% સાથે બીજા ક્રમે અને ચેક રિપબ્લિકના વડા પ્રધાન આન્દ્રેજ બાબીસ 55% સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. બીજી તરફ, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ વિશ્વના સૌથી અપ્રિય નેતા સાબિત થયા છે. લગભગ 76% થી 78% લોકો તેમના પ્રદર્શનથી અસંતુષ્ટ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ આ યાદીમાં બીજા ક્રમે સૌથી વધુ અપ્રિય નેતા રહ્યા છે, જેમનાથી 75% જનતા નારાજ છે.

જર્મનીમાં વધતો અસંતોષ

જર્મનીમાં ફ્રેડરિક મેર્ઝની લોકપ્રિયતામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અલગ-અલગ સર્વે ફોર્સા અને ડ્યુશલેન્ડટ્રેન્ડ મુજબ, જર્મનીના 84% લોકો માને છે કે મેર્ઝ સરકાર દેશને પાટા પર લાવવામાં નિષ્ફળ રહી છે. તેમની સરખામણીમાં પૂર્વ ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ પણ વધુ લોકપ્રિય હતા. શાસક ગઠબંધન (CDU/CSU અને SPD) માં જનતાનો વિશ્વાસ ઘટવાને કારણે જો આજે ચૂંટણી થાય, તો આ પક્ષો બહુમતી મેળવે તેવી શક્યતા ઘણી ઓછી છે.

ટ્રમ્પ અને અન્ય નેતાઓની સ્થિતિ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ સર્વેના પરિણામો મિશ્ર રહ્યા છે. ખાસ કરીને ઈરાન સાથેના સંઘર્ષ પછી તેમની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો છે. ટ્રમ્પ હાલમાં લોકપ્રિયતાની યાદીમાં નીચેથી 10મા ક્રમે છે, જેમાં માત્ર 38% અમેરિકનોએ જ તેમના નિર્ણયોને યોગ્ય ગણાવ્યા છે.

આ પણ વાંચોઃ Iran-US War: ઇરાને છોડી પરમાણુ કાર્યક્રમની જીદ, ટ્રમ્પનો દાવો, હવે યુદ્ધ અંતના આરે!

  • Follow us on: