પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની રાજધાની મુઝફ્ફરાબાદમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હોવાના અહેવાલ છે. આ દરમિયાન પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા હતા અને ગોળીબાર પણ કર્યો હતો. આ ઉપરાંત આગચંપીની ઘટનાઓ પણ સામે આવી છે.

પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં સ્થાનિક લોકો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં આગચંપી પણ કરવામાં આવી હતી.

https://x.com/shivank_8mishra/status/2119048122898989105?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119048122898989105%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

છેલ્લા 3 દિવસથી રાવલકોટમાં પાકિસ્તાની સેનાની કથિત ગોળીબાર, ડ્રોન હુમલા અને RPG-7 રોકેટથી હુમલા કરીને પ્રદર્શન સ્થળો ખાલી કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે. તેના વિરોધમાં શનિવારે મુઝફ્ફરાબાદમાં સ્થાનિક લોકો મોઢા પર કપડું બાંધીને રસ્તા પર ઉતર્યા હતા. તેમણે પાકિસ્તાની સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

https://x.com/shivank_8mishra/status/2119043927076638955?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2119043927076638955%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ

વિરોધની અસર રાજધાની સુધી પહોંચતાં તેને રોકવા માટે પાકિસ્તાની રેન્જર્સ અને PoK પોલીસે મુઝફ્ફરાબાદમાં પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત ટીયર ગેસના ગોળા પણ છોડવામાં આવ્યા હતા.

રાવલકોટમાં ચાલી રહેલી પ્રદર્શન સ્થળો ખાલી કરાવવાની કાર્યવાહીનો વિરોધ કરી રહેલા લોકોએ અપર પ્લેટ અને ચેલા બંડી વિસ્તારોમાં ટાયરો સળગાવી આગચંપી કરી હતી.

હાલમાં સમગ્ર મુઝફ્ફરાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. પાકિસ્તાની અર્ધલશ્કરી દળો, પોલીસ અને પ્રદર્શનકારીઓ સામસામે છે. આ વિસ્તારમાં દુકાનો પણ બંધ છે.

રાવલકોટમાં 150 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ

રાવલકોટમાં છેલ્લા 150 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને સમાપ્ત કરવા અને ધરણાં સ્થળો ખાલી કરાવવા માટે ગુરુવારે પાકિસ્તાની રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સ (FC) દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

રેન્જર્સ અને FCએ રાવલકોટ બસ ટર્મિનલ ખાતેના એક ધરણાં સ્થળનો કબજો મેળવી લીધો છે. જ્યારે બીજા ધરણાં સ્થળ ઉમર ફારૂક ચોક પર વારંવાર ગોળીબાર થઈ રહ્યો છે.

છેલ્લા 3 દિવસમાં થયેલા ગોળીબાર અને હુમલામાં 9 લોકોનાં મોત થયાં હોવાનો અહેવાલ છે. તેમ છતાં 20 હજારથી વધુ પ્રદર્શનકારીઓ ગોળીબાર અને ડ્રોન હુમલા વચ્ચે પણ ધરણાં સ્થળે અડગ રહ્યા છે.