લુલા અને સુપ્રીમ કોર્ટ પર ચૂંટણીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. પરંતુ ભ્રષ્ટાચારના કોઈ પુરાવા આપ્યા નહીં.
બ્રાઝિલના ચૂંટણી પરિણામો વિવાદમાં
બ્રાઝિલિયન સેનેટર ફ્લાવિયો બોલ્સોનારો મિયામી, અમેરિકા પહોંચ્યા છે. ત્યાં પહોંચીને, તેમણે પોતાને બ્રાઝિલનો અસલી નેતા જાહેર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે દેશની સુપ્રીમ કોર્ટ અને રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ ચૂંટણીમાં કૌભાંડ કર્યા અને તેમને સત્તાથી દૂર રાખ્યા હતા. જોકે, લુલાએ લગભગ 4.5 મિલિયન મતોથી ચૂંટણી જીતી હતી. ફ્લાવિયોએ સુપ્રીમ કોર્ટના પાસપોર્ટ જમા કરાવવાના આદેશનો પણ વિરોધ કર્યો હતો. તેમણે અમેરિકા પહોંચવામાં મદદ કરવા બદલ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલીનો આભાર માન્યો હતો.
પોતાને રાષ્ટ્રપતિ ગણાવી નિવેદન બદલ્યું
ફ્લેવિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ખુલ્લો પત્ર પોસ્ટ કર્યો હતો. તેમાં, તેમણે શરૂઆતમાં પોતાને ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા. બાદમાં તેમણે પોસ્ટ કાઢી નાખી અને એક નવો પત્ર બહાર પાડ્યો હતો. જેમાં તેમણે પોતાને બ્રાઝિલના વાજબી નેતા જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે, તેમના 60 મિલિયન સમર્થકો અને સમગ્ર બ્રાઝિલને ખબર હોવી જોઈએ કે તેઓ દેશના નેતા છે. તેમણે આરોપ લગાવ્યો કે મત ચોરી કરનારાઓ ગુનાહિત સંગઠનનો ભાગ હતા. જેણે દેશમાં સરમુખત્યારશાહી સ્થાપિત કરી હતી.
ચૂંટણી રદ કરવાની માંગ
ફ્લેવિઓએ ચૂંટણીમાં છેતરપિંડીનો કોઈ પુરાવો આપ્યો ન હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, લુલાને ટેકો આપનારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે રવિવારે મતદાનનો સમય બે કલાક લંબાવ્યો હતો. લુલાની પાર્ટીએ ફરિયાદ કરી હતી કે ઉત્તરપૂર્વીય રાજ્યોના મતદારોને મતદાન કરવાથી રોકવામાં આવ્યા હતા. દરમિયાન, ફ્લાવિયોની પાર્ટીએ વરસાદને કારણે દક્ષિણ રાજ્યોમાં પણ સમય લંબાવવાની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ શું છે જાપાનનો BIG-B પ્લાન, જેમાં થઈ શકે છે ભારતની એન્ટ્રી? બાંગ્લાદેશ સમક્ષ જાપાને ઉઠાવ્યો અવાજ!
