હાલમાં, નેપાળ મૂળ દસ્તાવેજના અસ્તિત્વની પુષ્ટિ કરવામાં અસમર્થ છે અને એવું નથી કે સંધિનો સંપૂર્ણ રેકોર્ડ ગાયબ થઈ ગયો છે.
શું છે સુગૌલી સંધિ ?
સુગૌલી સંધિ નેપાળ અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે થઈ હતી. તે એંગ્લો-નેપાળ યુદ્ધ પછી અસ્તિત્વમાં આવી હતી. આ સંધિ ૨ ડિસેમ્બર, 1815ના રોજ સુગૌલીમાં તૈયાર કરાઇ હતી. અને 4 માર્ચ, 1816ના રોજ ઔપચારિક રીતે સ્વીકારવામાં આવી હતી. આ સંધિએ તે સમયે નેપાળ અને બ્રિટિશ ભારત વચ્ચે સરહદના સીમાંકનનો પાયો નાખ્યો હતો. યુદ્ધ પછી, નેપાળે ઘણા પ્રદેશો પરના પોતાના દાવાઓ છોડી દેવા પડ્યા હતા. સંધિમાં નેપાળ દ્વારા ઇસ્ટ ઇન્ડિયા કંપનીને અમુક પ્રદેશો સોંપવાની અને બંને પક્ષો વચ્ચેના સંબંધો માટેની જોગવાઈઓ શામેલ હતી.
સુગૌલી સંધિ શા માટે મહત્વપૂર્ણ ?
સુગૌલી સંધિ ફક્ત બે સદી જૂની ઐતિહાસિક દસ્તાવેજ નથી. તે નેપાળની આધુનિક સરહદોના નિર્ધારણ સાથે પણ સંબંધિત છે. આ જ કારણ છે કે ભારત-નેપાળ સરહદ સંબંધિત વિવાદોમાં આ સંધિનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે. ખાસ કરીને કારણ કે ભારત અને નેપાળના કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા વિસ્તારો પર અલગ અલગ દાવા છે. તેથી, સંધિ સંબંધિત મૂળ દસ્તાવેજો ખૂબ જ ઐતિહાસિક અને રાજદ્વારી મહત્વ ધરાવે છે.
શું સુગૌલી સંધિનો કોઈ રેકોર્ડ નથી?
સુગૌલી સંધિનો ઉલ્લેખ વિવિધ ઐતિહાસિક અને આર્કાઇવલ સ્ત્રોતોમાં કરવામાં આવ્યો છે. સુગૌલી સંધિ નેપાળના ઐતિહાસિક દસ્તાવેજોના આર્કાઇવમાં પણ નોંધાયેલી છે. વધુમાં, સંધિની નકલો અને પ્રકાશિત રેકોર્ડ પણ ઉપલબ્ધ છે. તેથી, મૂળ નકલનો અભાવ પોતે જ સાબિત કરતું નથી કે સંધિ અસ્તિત્વમાં નથી અથવા તેના પર આધારિત તમામ ઐતિહાસિક દાવાઓ નાશ પામ્યા છે. આંતરરાષ્ટ્રીય સંધિની મૂળ હસ્તાક્ષરિત નકલને પ્રાથમિક ઐતિહાસિક પુરાવા માનવામાં આવે છે. સહીઓ, સીલ, તારીખો અને દસ્તાવેજના મૂળભૂત માળખાનું સીધું અવલોકન કરી શકાય છે.
આ પણ વાંચોઃ 'કેટલીક તાકાતો પંજાબની શાંતિ ડહોળવા માગે છે', હુમલા પછી ગર્જ્યા સુખબીર સિંહ બાદલ
