બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલી વાર છે કે કોઈ જમણેરી પક્ષ જર્મનીમાં સત્તાની આટલી નજીક આવ્યો છે. પાર્ટીએ તેનો ટેકો બમણું કર્યો, 43.8 ટકા મત મેળવ્યા હતા.
સોશિયલ મીડિયા બન્યુ મજબૂત માધ્યમ
ભારતમાં કોકરોચ જનતા પાર્ટીના તાજેતરના પ્રદર્શનો સૌ કોઇએ જોયા. ફક્ત એક ટિપ્પણીથી, અભિજીત દીપકના સીજેપીને ફક્ત સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ GenZના સમર્થકોની મોટી ભીડ પણ મળી. ચૂંટણી દરમિયાન જર્મનીમાં પણ આવી જ પરિસ્થિતિ બની, જ્યાં સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટિકટોકનો ઉપયોગ કરીને એક નવી પાર્ટીએ સેક્સોની-અનહાલ્ટ રાજ્યની ચૂંટણીઓમાં નોંધપાત્ર અસર દેખાડી હતી.
ઐતિહાસિક સફળતાથી યુરોપિયન રાજકારણમાં હલચલ
વિજય બાદ, AfDના મુખ્ય ઉમેદવાર, ઉલરિચ સિગ્મંડે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલોન મસ્કના સમર્થન બદલ આભાર માન્યો હતો. મસ્કે અગાઉ AfDના સહ-સ્થાપક એલિસ વેઇડેલની પોસ્ટ પર "શાબાશ!" ટિપ્પણી કરી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચૂંટણી પરિણામોનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેની રશિયન રાજદૂત કિરિલ દિમિત્રીવ દ્વારા પ્રશંસા કરાઇ હતી. જર્મનીની તાજેતરની પ્રાદેશિક ચૂંટણીઓમાં જમણેરી પક્ષ "અલ્ટરનેટિવ ફોર જર્મની" (AfD)ની ઐતિહાસિક સફળતાએ યુરોપિયન રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.
યુવા મતદારોની મહત્વપૂર્ણ ભૂમિકા
પરંપરાગત રેલીઓ અને ભાષણો ઉપરાંત, સોશિયલ મીડિયાની શક્તિ, ખાસ કરીને TikTok, આ ચૂંટણીમાં ઉથલપાથલમાં એક મુખ્ય પરિબળ તરીકે ઉભરી આવી છે. નિષ્ણાતો માને છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર AfDના પ્રવેશે યુવા મતદારોના વિચારને બદલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ચૂંટણી પરિણામોના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે AfD 18થી24 વર્ષની વયના યુવા મતદારોમાં ભારે બહુમતીથી જીત્યું છે, જે આ વય જૂથમાં સૌથી મજબૂત પક્ષ તરીકે ઉભરી આવ્યું છે.
કોણ છે ઉલરિચ સેગમંડ અને એલિસ વેડેલ ?
પાર્ટીના સ્થાપક સભ્યોમાં બે નામો અલગ અલગ છે. ઉલરિચ સેગમંડ અને એલિસ વેડેલ. આમાંથી, જર્મનીના હસતા નેતા તરીકે જાણીતા 35 વર્ષીય ઉલરિચ સેગમંડને યુવાનો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. સેક્સોની-એનહાલ્ટ એક મહત્વપૂર્ણ પૂર્વી જર્મન રાજ્ય છે. TikTok પર તેમના 8,00,000 થી વધુ ફોલોઅર્સ છે, જે તેમને નેતા કરતાં વધુ સેલિબ્રિટી બનાવે છે. તેઓ જર્મનીના ટેંગરમુન્ડેના રહેવાસી છે, જ્યાં તેઓ તેમની પત્ની અને પુત્રી સાથે રહે છે. તેમણે વ્યાપાર મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો અને 2014 માં AfD માં જોડાયા. સેગમંડ 2016 માં રાજ્ય સંસદમાં પ્રવેશ્યા અને 2021 માં નેતા તરીકે ઉભરી આવ્યા. તેમણે તાજેતરમાં જ તેમની લોકપ્રિયતા વધુ દર્શાવી, 97 ટકા સમર્થન સાથે ટોચના ઉમેદવાર બન્યા છે.
આ પણ વાંચોઃ ખાનગીકરણની અફવાઓ પર ISROનો મોટો ખુલાસો, Moon Mission 2040 અને Space Station પર રહેશે મુખ્ય ધ્યાન
