આ બેઠકમાં ઈરાન સંઘર્ષ, યુક્રેન યુદ્ધ અને બહુધ્રુવીય વિશ્વ વ્યવસ્થા પર ચર્ચા થવાની અપેક્ષા છે. 

ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પર પોસ્ટ

ચીન છોડતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યું કે, હું હવે ફિલિપાઇન્સથી ચીન જઈ રહ્યો છું. ફિલિપાઇન્સમાં અમારી વ્યાપાર, રાષ્ટ્રીય સુરક્ષા અને અન્ય વિષયો પર ખૂબ સારી ચર્ચા થઈ. મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે ફિલિપાઇન્સ સાથે એક નવો અને સંપૂર્ણપણે અલગ વ્યવસાય કરાર કર્યો છે. આ એક ઐતિહાસિક કરાર હશે. જે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ખાસ કરીને આપણા ખેડૂતો અને ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે ક્વાડ વિશે શું કહ્યું?

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વાડ દેશો વચ્ચે વધતા સહકારની પ્રશંસા કરતા કહ્યું કે આ દેશો મુક્ત, ખુલ્લા, સ્થિર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. મનીલામાં ક્વાડ લીડર્સ સમિટને સંબોધતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વાડને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીમાંની એક ગણાવી છે. 

વ્લાદિમીર પુતિન અને શી જિનપિંગે શું કહ્યું?

શેનઝેનમાં એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ફોરમ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મળ્યા. મુલાકાત દરમિયાન, પુતિને શીને કહ્યું કે રશિયા અને ચીને વધુ ન્યાયી વિશ્વ બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. આપણા અને ચીન વચ્ચેના સંબંધો સ્થિર છે અને સકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. વધુમાં, શીએ કહ્યું કે આપણે એક મુખ્ય શક્તિ તરીકે આપણી જવાબદારીઓ નિશ્ચિતપણે નિભાવવી જોઈએ. રશિયા અને ચીને તમામ ક્ષેત્રોમાં તેમના સહયોગને વધુ ગાઢ બનાવવો જોઈએ. તેમણે કહ્યું, "આપણા સંબંધોએ આ અશાંત વિશ્વમાં વધુ સ્થિરતા લાવી છે." તેમણે રશિયા-ચીન સંબંધોને સમાનતા, પરસ્પર આદર અને પરસ્પર લાભદાયી સહયોગનું સાચું ઉદાહરણ ગણાવ્યું હતુ.

આ પણ વાંચોઃ પ્રોટોકોલ તોડી Donald Trumpને રિસીવ કરવા એરપોર્ટ પહોંચ્યા Xi Jinping, વૈશ્વિક રાજકારણમાં નવી હલચલ!