પ્રથમ, ઇઝરાયલના નેસેટમાં કોઈપણ ગઠબંધન સંપૂર્ણ બહુમતી મેળવે તેવી શક્યતા નથી. બીજું, ટ્રમ્પના સમર્થન છતાં નેતન્યાહૂ સરકાર બનાવી શકતા નથી. 

ઇઝરાયલ ચૂંટણી: એક્ઝિટ પોલ ડેટા

નેતન્યાહૂના ગઠબંધનને 55 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે તેમના કટ્ટર હરીફ, એઇઝેનકોટ ગઠબંધનને 49 બેઠકો મળવાનો અંદાજ છે. બે આરબ સમર્થિત પક્ષો 16 બેઠકોની લીડ ધરાવે છે. ઇઝરાયલના નેસેટ પાસે કુલ 120 બેઠકો છે. સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા 61 સભ્યોના સમર્થનની જરૂર છે.

આ બે મુસ્લિમ નેતાઓ પાસે સત્તાની ચાવી

1. યુસુફ જબરીનઃ સંયુક્ત યાદીના નેતા યુસુફ જબરીનના ગઠબંધનને 12 બેઠકો મળવાનો અંદાજ છે. જબરીન પહેલીવાર 2016માં નેસેટના સભ્ય બન્યા હતા અને 2021 સુધી આ પદ પર રહ્યા હતા. આ વખતે, તેમણે તમામ આરબ પક્ષોને એક કરીને ગઠબંધન બનાવ્યું. ઇઝરાયલી રાજકારણમાં, જબરીનને નેતન્યાહૂના કટ્ટર વિરોધી તરીકે વર્ણવવામાં આવ્યા છે. 

2. મન્સૂર અબ્બાસઃ રેમ ગઠબંધનના નેતા, મન્સૂર અબ્બાસની પાર્ટી ઇઝરાયલમાં ચાર બેઠકો જીતે તેવી શક્યતા છે. મન્સૂર અબ્બાસ એક કટ્ટરપંથી મુસ્લિમ નેતા છે. અબ્બાસના સમર્થનની સીધી અસર નહીં પડે, પરંતુ જો અબ્બાસ યુસેફનો પક્ષ લે છે, તો તેની અસર પડી શકે છે.

વ્હાઇટ હાઉસ ત્રીજું જોડાણ બનાવવા તત્ત્પર 

વ્હાઇટ હાઉસ નેતન્યાહૂ અને આઈઝેનકોટ વચ્ચે જોડાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસ ઇચ્છે છે કે બંને નેતાઓ સાથે મળીને કામ કરે જેથી તાજેતરના ઈરાન વિવાદમાં ઇઝરાયલનો હાથ ઉપર રહે. આઈઝેનકોટ ગઠબંધન બનાવવા અને શાસન કરવા માંગે છે. એક્ઝિટ પોલના પરિણામો આવ્યા પછી, ટ્રમ્પે જીતનો શ્રેય લીધો. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, "હું ત્યાં જીતી રહ્યો છું."

આ પણ વાંચોઃ સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર થતા 39 લોકોનાં થયા મોત