બાલેન શાહની સરકારે આંદોલન દરમિયાન નોંધાયેલા 1700થી વધુ કેસોમાંથી માત્ર 300 કેસ જ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. 

Gen-Zનો સરકાર સામે રોષ 

Gen-Z ચળવળ દરમિયાન દેશમાં લોકો સામે કુલ 1700 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી ફક્ત 300 કેસ પાછા ખેંચવામાં આવશે. આ નિર્ણય બાબુરામ રેગ્મીની આગેવાની હેઠળની સમિતિની ભલામણોના આધારે લેવામાં આવી રહ્યો છે. Gen-Z ચળવળ દરમિયાન દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા અને પદ્ધતિઓ નક્કી કરવા માટે બાલેન સરકારે નિવૃત્ત નેપાળી ન્યાયાધીશ બાબુરામ રેગ્મીની આગેવાની હેઠળ એક સમિતિની રચના કરી હતી. 

માત્ર 300 લોકો સામેના કેસ કેમ પાછા ખેંચાયા ?

1. બાબુરામ રેગ્મી સમિતિ જણાવે છે કે સામાન્ય વિરોધ પ્રદર્શનો માટે દાખલ કરાયેલા કેસ પાછા ખેંચી શકાય છે, પરંતુ પોલીસ કર્મચારીઓ પર હુમલા અને સરકારી સંપત્તિ લૂંટવા સંબંધિત કેસ પાછા ખેંચી શકાતા નથી.

2. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર, તે સમયે 1,400 થી વધુ લોકો પર સરકારી સંપત્તિ લૂંટવાનો અને પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાનો આરોપ છે. આમાંથી 53 લોકો સામે કોર્ટ કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે, જેનો અર્થ છે કે કેસ ન્યાયાધીન છે.

સરકારે કેસ પાછો ખેંચવાની જાહેરાત કરી 

કેપી ઓલીની બરતરફી પછી, સુશીલા કાર્કીના નેતૃત્વમાં નેપાળમાં એક વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી. કાર્કીએ તે સમયે પ્રદર્શનકારીઓ સાથે એક કરાર કર્યો હતો, જેના હેઠળ Gen-Z આંદોલન દરમિયાન દાખલ કરાયેલા તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે. આ વર્ષના મે મહિનામાં, બાલેન સરકારના ગૃહમંત્રી સુદાન ગુરુંગે જણાવ્યું હતું કે તેઓ કેસ પાછો ખેંચવાની તૈયારી કરી રહ્યા છે, કારણ કે તે આંદોલનમાં ભાગ લેવા બદલ લેવામાં આવેલી બદલાની કાર્યવાહી હતી.

આ પણ વાંચોઃ જમતી વખતે મોબાઈલ જોવાની ટેવ બાળકોને બનાવી રહી છે ગંભીર બિમારીઓનો શિકાર