આ યોજના હેઠળ, સ્થાનિક વિકાસ માટે જવાબદાર રાજધાનીમાં એક એસેમ્બલી સ્થાપિત કરવામાં આવશે.

શાસન માળખાઓની સમીક્ષા 

પાકિસ્તાને તેની રાજધાની ઇસ્લામાબાદને ફરીથી બનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાન શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ આ અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી. બેઠકમાં ઇસ્લામાબાદને કેવી રીતે રૂપાંતરિત કરવું તે અંગે ચર્ચા હાથ ધરાઇ હતી. વડા પ્રધાન અને અધિકારીઓએ ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરી સરકાર સંબંધિત ભલામણોને અંતિમ સ્વરૂપ આપવા માટે 13 આંતરરાષ્ટ્રીય રાજધાનીઓ અને તેમના સંબંધિત શાસન માળખાઓની સમીક્ષા કરી હતી.

દિલ્હીના મોડેલ પર ખાસ ધ્યાન 

જે 13 રાજધાનીઓની શાસન પ્રણાલીઓની સમીક્ષા કરવામાં આવી હતી તેમાં નવી દિલ્હી, વોશિંગ્ટન, બર્લિન, સિંગાપોર, ઓટાવા, ટોક્યો અને પેરિસનો સમાવેશ થાય છે. બેઠકમાં વોશિંગ્ટન જેવી સિસ્ટમની ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ સંસદીય દખલગીરીને કારણે તેનો અમલ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકાર એવી સિસ્ટમ ઇચ્છતી હતી. જેમાં સીધી કેબિનેટ સંડોવણી હોય. આ બેઠક બાદ દિલ્હીના મોડેલ પર બનેલી વિધાનસભા ઇસ્લામાબાદમાં સ્થાપિત થઈ શકે છે. જ્યાં ધારાસભ્યો સ્થાનિક વિકાસ માટે નીતિઓ ઘડશે.

ઇસ્લામાબાદ છે સંઘીય સંસ્થા 

ઇસ્લામાબાદ પાકિસ્તાનનું પાટનગર છે, પરંતુ વિકાસની દ્રષ્ટિએ તે નોંધપાત્ર રીતે પાછળ છે. ઇસ્લામાબાદમાં સ્થાનિક સ્તરે કોઈ નક્કર વિકાસ યોજનાનો અભાવ છે. તાજેતરમાં, સરકારે વિકાસ યોજનાઓના અમલીકરણને સરળ બનાવવા માટે નાના રાજ્યો અને વહીવટી એકમો બનાવવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાની સરકાર કહે છે કે ઇસ્લામાબાદને નવેસરથી વિકસાવવા માટે આ વર્ષે 2 અબજ પાકિસ્તાની રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. માસ્ટર પ્લાન હેઠળ, ઇસ્લામાબાદ શહેરનું વિસ્તરણ કરવામાં આવશે અને તેને નવા ક્ષેત્રો અને વસાહતોમાં વિભાજિત કરવામાં આવશે. ઇસ્લામાબાદને 1960માં પાકિસ્તાનની રાજધાની જાહેર કરવામાં આવી હતી. અગાઉ, કરાચી પાસે આ દરજ્જો હતો. ઇસ્લામાબાદ પાકિસ્તાનના મધ્ય-ઉત્તરીય ક્ષેત્રમાં સ્થિત છે.

આ પણ વાંચોઃ