સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન તેમણે એક વાર નહીં, પણ બે વાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંપર્ક કર્યો છે. 

એમબીએસ અને ટ્રમ્પ વચ્ચે શુ થઇ વાતચીત ?

હુથી બળવાખોરોએ તાજેતરમાં મોચા શહેર પર કબજો કર્યો છે અને ઝડપથી દક્ષિણ તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે સાઉદી સમર્થિત યેમેની સેના પીછેહઠ કરી રહી છે. બે અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે એમબીએસે ટ્રમ્પને પરિસ્થિતિ વિશે માહિતી આપવા માટે ફોન કર્યો હતો. થોડા કલાકો પછી, તેમણે ફરીથી યુએસ રાષ્ટ્રપતિ સાથે વાત કરી અને હુથીઓ સામે યુએસ હુમલાની વિનંતી કરી હતી. ટ્રમ્પે યમનમાં વધતા સંઘર્ષ અંગે ચિંતા વ્યક્ત કરી હોવા છતાં, યુએસ રાષ્ટ્રપતિએ જૂથ પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો. 

એમબીએસને અમેરિકાની કેમ જરૂર ?

હુથીઓની પ્રગતિ હવે યમનમાં યુદ્ધ સુધી મર્યાદિત નથી. જેમ જેમ હુથી લડવૈયાઓ વ્યૂહાત્મક દરિયાકાંઠાના વિસ્તારોમાં આગળ વધી રહ્યા છે. તેમ તેમ તેઓ બાબ અલ-મંડેબ સ્ટ્રેટની નજીક આવી રહ્યા છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક વેપાર તેમજ સાઉદી અરેબિયાના તેલ નિકાસ માટે મહત્વપૂર્ણ છે. હુથીઓના આગમન વચ્ચે તેલના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. પરિસ્થિતિ પણ ગંભીર છે કારણ કે ઈરાન પહેલાથી જ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા દરિયાઈ ટ્રાફિક પર દબાણ લાવી રહ્યું છે. 

ટ્રમ્પે યુએસ હુમલો કેમ અટકાવ્યો?

યુએસ હાલમાં હુથીઓ સામે સીધા યુદ્ધમાં જોડાવાનું ટાળવા માંગે છે. અહેવાલો અનુસાર, યુએસ અધિકારીઓ કહે છે કે વોશિંગ્ટનની પ્રાથમિકતા લાલ સમુદ્રમાં સલામત અને ખુલ્લી શિપિંગ જાળવવાની છે, જ્યારે યમનમાં વ્યાપક સંઘર્ષને સંભાળવાની જવાબદારી પ્રાદેશિક સાથીઓ પર છોડી દીધી છે. સાઉદી અરેબિયા હૂતીઓની વધતી શક્તિને રોકવા માટે યુએસ લશ્કરી હસ્તક્ષેપ ઇચ્છે છે, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્ર બીજો મોરચો ખોલવાનું ટાળી રહ્યું છે. આ જ કારણ છે કે યુએસ હાલમાં સીધા મિસાઇલો છોડવાને બદલે ગુપ્તચર અને લશ્કરી સહયોગ સુધી મર્યાદિત છે.

આ પણ વાંચોઃ શું છે ચાબહાર, જેના પર ઈરાનનું છે નિયંત્રણ અને તે હોર્મુઝ સ્ટ્રેટથી કેટલું છે અલગ?, જાણો