એક નિવેદનમાં, ઈરાને તેને તેના સિરિક ક્ષેત્રમાં એક ટેલિકોમ્યુનિકેશન ટાવર પર હવાઈ હુમલાના જવાબ તરીકે વર્ણવ્યું હતુ. 

હોર્મુઝમાં યુએસ પ્રવૃત્તિઓ અંગે ચેતવણી

બુધવારે અગાઉ, ઈરાને અમેરિકાને કડક ચેતવણી આપી હતી. ઈરાને જણાવ્યું હતું કે જો અમેરિકા કોઈ નવો હુમલો કરશે તો ઈરાન તેનો કડક જવાબ આપશે. દરમિયાન, ઈરાન દ્વારા બહેરીનમાં અમેરિકન લશ્કરી મથકને નિશાન બનાવવાથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવમાં વધારો થઈ શકે છે. બહેરીનમાં અમેરિકન નૌકાદળના પાંચમા કાફલાનું મુખ્ય મથક પણ આવેલું છે. વધુમાં, ઈરાને હોર્મુઝમાં કથિત તેલની દાણચોરી અને અમેરિકન પ્રવૃત્તિઓ સામે ચેતવણી આપી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે શુ કહ્યુ ? 

ખરેખર, આ હુમલો એવા સમયે થયો છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે, તેઓ ઈરાન યુદ્ધ પરથી પોતાનું ધ્યાન હટાવવા માંગે છે. ગઈકાલે પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે, અમને ઈરાન સાથે સોદાની જરૂર નથી. તે દિવસો ઘણા ગયા છે. અમારી પાસે તેમના પૈસા છે, સેંકડો અબજો ડોલર છે, અને અમારી પાસે તેમના સામુદ્રધુની છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્દેશ 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સને ઈરાન યુદ્ધ પરથી પોતાનું ધ્યાન હટાવીને ડેમોક્રેટિક-નિયંત્રિત શહેરો અને રાજ્યોમાં ભ્રષ્ટાચાર અને ગુના સામે લડવા માટે સમર્પિત કરવાનો નિર્દેશ આપ્યો. ટ્રમ્પના નેતૃત્વ હેઠળના પક્ષને યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં મોટો પરાજય થયો હતો, અને જે.ડી. વાન્સ કહે છે કે ઈરાન યુદ્ધે આ નોંધપાત્ર હારમાં ફાળો આપ્યો હતો.

આ પણ વાંચોઃ ઇઝરાયલના સંભવિત પીએમ ગાદી આઈજેનકોટનું ભારત સાથે છે જૂનું રક્ષા કનેક્શન, જાણો શું થશે ફાયદો?