રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સમક્ષ આ નિવેદન આપ્યું હતું. રાહુલ બે દિવસની અમેરિકાની મુલાકાતે છે.
પેઢીગત અંતરમાં વધારો જોવા મળ્યો છેઃ રાહુલ ગાંધી
1. SIR પરના ખર્ચ અંગેના પ્રશ્નો:
રાહુલ ગાંધીએ SIRને સામાન્ય અભિયાન કરતાં સંપૂર્ણપણે અલગ ગણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, આ ઝુંબેશ પર ખર્ચવામાં આવેલા પૈસા અપેક્ષા કરતા 20, 30, 40, અથવા તો 50 ગણા વધારે હતા. આ બધા પૈસા ક્યાંથી આવ્યા?. આ ઝુંબેશ પર ખર્ચવામાં આવેલા પૈસા અંગે ઘણા પ્રશ્નો છે જેનો જવાબ આપવાની જરૂર છે.
2. મત માર્જિનને અશક્ય ગણાવ્યું:
રાહુલે ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવતા કહ્યું કે, અચાનક 5 લાખ મતોનું માર્જિન મેળવવું અશક્ય છે. કોંગ્રેસ પાસે ચૂંટણી પરિણામો અને મત ગણતરી અંગે ઘણા પ્રશ્નો છે. અમારી પાસે ચૂંટણીમાં છેતરપિંડીના પુષ્કળ પુરાવા છે. અમે તેને ઉજાગર કરવા માટે કામ કરી રહ્યા છીએ.
3. ચૂંટણી પ્રણાલીમાં સુધારા જરૂરી ગણાવ્યા:
રાહુલે વધુમાં કહ્યું હતુ કે, અમારું લક્ષ્ય દેશની ચૂંટણી પ્રણાલીમાં સુધારો કરવાનો છે. ચૂંટણી પ્રણાલીમાં સુધારા કર્યા વિના કંઈ કરી શકાતું નથી. નિષ્પક્ષ ચૂંટણીઓ લોકશાહીનો પાયો છે અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવી જરૂરી છે.
4. યુવાનો પોતાનું ભવિષ્ય જોતા નથી:
રાહુલે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિ અંગે યુવાનોમાં નિરાશા છે. તેમાંથી એક ભાગ મધ્યમ વર્ગના પરિવારોમાંથી આવે છે અને તેમણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું છે. અમે આનો અભ્યાસ કરી રહ્યા છીએ અને તેને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આનું સૌથી મહત્વનું કારણ એ છે કે તેઓ પોતાનું ભવિષ્ય જોતા નથી.
5. યુવાનો અને માતાપિતા વચ્ચે વધતું અંતર:
રાહુલ ગાંધીએ કહ્યું કે, કારકિર્દીને લઈને યુવાનો અને તેમના માતાપિતા વચ્ચેનું અંતર વધી રહ્યું છે. યુવાનો પાછલી પેઢીની સલાહ અને અનુભવો પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તેઓ તેમના માતા-પિતાને કહી રહ્યા છે. તમે સફળ ન થયા. તમે અમને તમે જે કર્યું તે કરવાનું કહી શકતા નથી, કારણ કે આજના સમયમાં તે સૂત્ર કામ કરતું નથી.
રાહુલ ગાંધીએ ક્યારે-ક્યારે અમેરિકાની લીધી મુલાકાત ?

કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના આગમન સમયે વિદ્યાર્થીઓએ તેમની સાથે સેલ્ફી લીધી હતી. કોલંબિયા યુનિવર્સિટી પછી, તેઓ શિકાગો યુનિવર્સિટીની મુલાકાત લેશે.
આ પણ વાંચોઃ
