ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં વૈશ્વિક સંકટો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની કાર્યપ્રણાલી તેમજ અમેરિકાની વિદેશ નીતિ અંગે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ આકરા મોડમાં 

ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધનમાં વૈશ્વિક સંસ્થાઓની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ઢીલી નીતિઓની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે UN માત્ર વિરોધ પત્રો લખવા પૂરતું સીમિત રહી ગયું છે અને વાસ્તવિક યુદ્ધો કે વૈશ્વિક સંકટો રોકવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેમણે ભાર મૂક્યો હતો કે વૈશ્વિક શાંતિ માટે સંસ્થાઓએ માત્ર ઔપચારિકતાઓ પૂરી કરવાને બદલે નક્કર પરિણામો આપવાની જરૂર છે.  

સરહદોને સંપૂર્ણપણે સુરક્ષિત કરવા અમે પ્રતિબદ્ધઃ ટ્રમ્પ 

 સરહદ સુરક્ષા અને ગેરકાયદે સ્થળાંતર સામે કડક વલણ રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા તેમણે ઉમેર્યું કે દરેક દેશને પોતાની સરહદોનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. ગેરકાયદેસર સ્થળાંતર અને ખુલ્લી સરહદોની નીતિઓ કોઈપણ દેશના અર્થતંત્ર અને સામાજિક માળખા માટે હાનિકારક છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિ હેઠળ અમેરિકા પોતાની સરહદોને સંપૂર્ણપણે સુરક્ષિત કરવા માટે પ્રતિબદ્ધ છે.   

નિયંત્રણોનો સખત વિરોધ 

ઉર્જા, ટેરિફ અને સ્વનિર્ભર અર્થતંત્ર પર્યાવરણ અને ગ્રીન એનર્જીના નામે વિકસિત દેશો પર લાદવામાં આવતા નિયંત્રણોનો સખત વિરોધ કરતા તેમણે તેને આર્થિક નુકસાન પહોંચાડનારી નીતિ ગણાવી હતી. સાથે જ, વેપારમાં સમાનતા લાવવા માટે ટેરિફ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી હતી. ટ્રમ્પના આ સંબોધને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે તેમણે વૈશ્વિક રાજકારણ, ચીન સાથેની સ્પર્ધા અને આંતરરાષ્ટ્રીય સરહદોના રક્ષણ અંગે ભવિષ્યની વ્યૂહરચનાનો સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો છે. 

આ પણ વાંચોઃ આ દેશમાં પૈસાના સ્થાને પથ્થરોનો થાય છે ઉપયોગ, નાણાકીય વ્યવસ્થાથી કેમ વંચિત છે યાપ ટાપુ?, જાણો