ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ એકાઉન્ટ પર AI-જનરેટેડ છબી શેર કરી, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને બોલ્ડ અક્ષરોમાં NEW U.S. ટેરિટરી તરીકે વર્ણવ્યુ છે.

નવા નકશાથી વિવાદ 

નકશો ઈરાન અને અરબી દ્વીપકલ્પ વચ્ચે સ્થિત હોર્મુઝ સ્ટ્રેટને એક વર્તુળમાં દર્શાવે છે. જો કે, આ નકશો હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો પ્રદેશ જાહેર કરવાનો અમેરિકાનો સત્તાવાર આદેશ નથી. ટ્રમ્પે આ AI-જનરેટેડ છબી એવા સમયે શેર કરી જ્યારે વોશિંગ્ટન અને તેહરાન પહેલાથી જ આ વ્યૂહાત્મક માર્ગ પર સંઘર્ષમાં છે. ટ્રમ્પે કહ્યું હતું કે, અમેરિકા દર અઠવાડિયે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લાખો બેરલ તેલની અવરજવર પર અસર કરી રહ્યું છે. યુએસ રાષ્ટ્રપતિના જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં ખુલ્લું છે અને તેલના ભાવ ઘટી રહ્યા છે. 

ઈરાનમાં 300% ફુગાવાનો ઉલ્લેખ

ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવો જ દાવો કર્યો હતો. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, અમેરિકાનો હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ છે અને તે તેને જાળવી રાખશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, ઈરાનનું લશ્કરી માળખાગત સુવિધા સંપૂર્ણપણે નાશ થઇ છે. દેશ 300% ફુગાવાનો અનુભવ કરી રહ્યો છે અને તેની પાસે જે બાકી છે તે ફક્ત ખોટા સમાચાર છે. જોકે, ઈરાને આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે.

વૈશ્વિક અર્થતંત્રને સીધી અસર 

હોર્મુઝ સ્ટ્રેટે પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર અને ઓમાનના અખાત સાથે જોડતો એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. તે વૈશ્વિક તેલ અને ઉર્જા વેપાર માટે ખૂબ જ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ગલ્ફ ક્ષેત્રમાં ઉત્પાદિત તેલ અને ગેસનો મોટો હિસ્સો આ માર્ગ દ્વારા પસાર થાય છે. આ જ કારણ છે કે હોર્મુઝમાં કોઈપણ લશ્કરી તણાવ અથવા દરિયાઈ નાકાબંધી વૈશ્વિક ઉર્જા બજારને અસર કરી શકે છે. તેલના ભાવમાં વધારો પેટ્રોલ અને ડીઝલના ભાવ, ફુગાવા અને વૈશ્વિક અર્થતંત્રને સીધી અસર કરી શકે છે.

આ પણ વાંચોઃ Imran Khanનું માનસિક સ્વાસ્થ્ય ખરાબ, ફેફસાં અને કિડની સારી, જાણો મેડિકલ રિપોર્ટ શું આવ્યુ સામે?