તસ્લીમા નસરીને કહ્યું કે, તારિક રહેમાન અને મોહમ્મદ યુનુસના યુગમાં કોઈ ફરક નથી. યુનુસના શાસનમાં હિન્દુઓ વિરુદ્ધ અત્યાચાર વધ્યા છે.
બાંગ્લાદેશના શાસકોની આકરી ટીકા
એક એવા દેશમાં જ્યાં મદરેસાની દિવાલોમાં નફરતનું ઝેર ફેલાયેલું છે અને જ્યાં સરકારો ધાર્મિક કટ્ટરપંથીઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી ચૂકી છે, ત્યાં હિન્દુઓનું લોહી વહેવું એ કોઈ સંયોગ નથી. બાંગ્લાદેશની પ્રખ્યાત અને નિર્વાસિત લેખિકા તસ્લીમા નસરીને પોતાના જ દેશના શાસકોની આકરી ટીકા કરી છે. ભારત પરત ફરેલી નસરીન, બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાઓની ક્રૂરતાનો ખુલાસો કર્યો છે.
દેશને આધુનિક શિક્ષણની જરૂરઃ તસ્લીમા નસરી
તસ્લીમા નસરીને દેશમાં વધતા ધાર્મિક કટ્ટરવાદ પર હુમલો કરતા કહ્યું કે બાંગ્લાદેશમાં મદરેસાઓનો ફેલાવો આ નફરતનું મુખ્ય કારણ છે. તેમણે કહ્યું, "મારું માનવું છે કે કોઈ મદરેસાની જરૂર નથી. બાંગ્લાદેશમાં ઘણા મદરેસાઓ અન્ય ધર્મો અને બિન-મુસ્લિમો સામે નફરત શીખવે છે. જ્યારે સ્વતંત્ર વિચારકો અથવા લઘુમતીઓની હત્યા કરવામાં આવે છે, ત્યારે પણ ગુનેગારોને સજા કરવાની કોઈ રાજકીય ઇચ્છાશક્તિ નથી. તેમણે ઉમેર્યું કે દેશને આધુનિક શિક્ષણની જરૂર છે, નવા મંદિરો કે મદરેસાની નહીં. ફક્ત શિક્ષણ જ લોકોને જાગૃત કરી શકે છે અને દરેકને શાંતિથી જીવવાનો અધિકાર આપી શકે છે.
તસ્લીમા નસરીનને પોતાનો દેશ છોડવાની ફરજ પડાઇ હતી
તેણીની અંગત પીડા શેર કરતા, તસ્લીમા નસરીને કહ્યું કે તેણીને ફક્ત ધર્મ અને કટ્ટરવાદની ટીકા કરવા બદલ તેણીને પોતાનો દેશ છોડવાની ફરજ પાડવામાં આવી હતી. તેણી વિરુદ્ધ ફતવા જારી કરવામાં આવ્યા હતા, અને તેણીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જો કે, આ બધી મુશ્કેલીઓ અને દેશનિકાલ છતાં, તેણીએ આશા ગુમાવી નહીં અને મહિલાઓ અને લઘુમતીઓના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું છે.
આ પણ વાંચોઃ 2500 એકરથી વધુ જમીન બળીને ખાખ, હજારો લોકોને ઘર છોડવા આદેશ!
