પાકિસ્તાને આ સિવાય ઇરાન, જર્મની અને નેપાળના પણ રાજદૂત બદલ્યા છે.

5 સ્થળો પર કાઉન્સિલ જનરલની નિયુક્તિ

પાકિસ્તાને એક જ ઝટકામાં વિદેશ સેવામાં તૈનાત 19 રાજદૂતને બદલ્યા છે. આ નિર્ણય બાદ વિશ્વમાં ચર્ચાઓ થઇ રહી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રી ઇશાક ડારે કહ્યુ કે, પાકિસ્તાને તજાકિસ્તાન, બ્રિટન, જર્મની અને નેપાળ સહિત 19 દેશમાં નવા રાજદૂત નિયુક્ત કર્યા છે. તો અમેરિકાના લોસ એન્જલસ અને અફઘાનિસ્તાનના કંધાર જેવા 5 સ્થળો પર કાઉન્સિલ જનરલની નિયુક્તિ કરી છે.

આસિમ મુનીરની પૈરવીનું ખાસ ધ્યાન

આ ફેરબદલમાં સેના પ્રમુખ આસિમ મુનીરની પૈરવીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. આસીમ મુનીરના નજીકના અને ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનના વિરોધી અફસર ઉસ્માન ટીપૂને બ્રિટિશ હાઇ કમીશનમાં તૈનાત કર્યા છે.

ઉસ્માન ટીપૂ ચર્ચામાં

ઉસ્માન ટીપૂએ 2019માં ઇમરાન ખાન સાથે સંબંધિત એક પત્ર લીક કર્યો હતો. તે સમયે ટીપૂ યૂએન મિશનમાં કાર્યરત હતા. આ મામલે ટીપૂ પર સસ્પેન્શનની કાર્યવાહી કરાઇ હતી. તો આ તરફ શરીફ પરિવારના સંબંધો અને પીએમઓમાં તૈનાત સલમાન શરીફને જર્મનીના નવા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે. પાકિસ્તાને ઇરાનના રાજદૂતને પણ બદલ્યા છે. ઇમરાન અહમદ સિદ્દકીને હવે તેહરાનની જવાબદારી સોંપાઇ છે.

આ પરિવર્તન અને બદલી કેમ ?

પાકિસ્તાન સરકારનું કહેવાનું છે કે, આ રાજદૂતોનો સમય પૂર્ણ થયો હતો. તેથી તમામને બદલવામાં આવ્યા હતા. 3 દિવસ પહેલા એક બેઠકમાં શહબાઝ શરીફે આ તમામ રાજદૂતોને નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા ચીન અને સાઉદી અરબમાં પણ પાકિસ્તાનના રાજદૂત બદલવાની ચર્ચા કરાઇ હતી. પરંતુ બન્નેના નામ યાદીમાં આવ્યા ન હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડાર મુજબ આ તમામને આર્થિક કૂટનીતિને ધ્યાનમાં રાખીને તૈનાત કરાયા છે.

આ પણ વાંચોઃ knowledge: જો ભારતને UNનું કાયમી સભ્યપદ મળે તો કેટલું શક્તિશાળી બનશે, કેવી રીતે બદલાશે રાજકારણ?, જાણો