ચીની શસ્ત્રોના વિકલ્પ તરીકે અમેરિકન અને સાથી શસ્ત્રો ઓફર કરવામાં આવશે.

ચીનના વધતા પ્રભાવ અંગે ચિંતા

અમેરિકાએ જણાવ્યું છે કે, તે દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવ અંગે ચિંતિત છે. તેથી, તે ચીની શસ્ત્રોને બદલે અમેરિકા અને તેના સાથી દેશો તરફથી બાંગ્લાદેશની નવી સરકારને સંરક્ષણ સાધનો ઓફર કરવાની યોજના ધરાવે છે. ઢાકામાં યુએસ રાજદૂત બ્રેન્ટ ટી. ક્રિસ્ટેનસેન દ્વારા આ વાત કહેવામાં આવી હતી. બાંગ્લાદેશમાં ગુરુવારે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ઓગસ્ટ 2024 ના બળવા બાદ ભારત તરફી શેખ હસીનાની સરકાર પડી ભાંગી હતી. શેખ હસીના હાલમાં ભારતમાં છે.

બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી JF-17 વિમાન ખરીદશે

ચીનના આ પગલાથી વિદેશી રાજદ્વારીઓમાં ચિંતા વધી છે. બાંગ્લાદેશ પાકિસ્તાન પાસેથી JF-17 થંડર ફાઇટર એરક્રાફ્ટ ખરીદવા માટે પણ વાટાઘાટો કરી રહ્યું છે. આ બહુહેતુક ફાઇટર એરક્રાફ્ટ ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. યુએસ રાજદૂતે જણાવ્યું હતું કે તેઓ બાંગ્લાદેશ સરકારને ચીન સાથેના સંરક્ષણ કરારો સાથે સંકળાયેલા સંભવિત જોખમો વિશે સ્પષ્ટપણે જણાવવા માંગે છે.

શું યુએસ ઇચ્છે છે સારા ભારત-બાંગ્લાદેશ સંબંધો ?

રાજદૂત ક્રિસ્ટેનસેને જણાવ્યું હતું કે, યુએસ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સારા સંબંધો ઇચ્છે છે જેથી પ્રદેશમાં સ્થિરતા જાળવી શકાય. હસીનાના ગયા પછી બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે. જેના કારણે વિઝા સેવાઓ અને ક્રિકેટ સંબંધો પર અસર પડી છે. ક્રિસ્ટેનસને કહ્યું કે ઘણી અમેરિકન કંપનીઓ બાંગ્લાદેશમાં રોકાણ કરવા માંગે છે. પરંતુ તેઓ ઇચ્છે છે કે નવી સરકાર સ્પષ્ટ સંકેત આપે કે દેશ વ્યવસાય માટે ખુલ્લો છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય મંત્રી Hardeep Puriના કોંગ્રેસના સાંસદ પર પ્રહાર, Epstein File અંગેના આરોપોનો આપ્યો જવાબ