શેખ હસીનાની સરકારમાં હબીબા બેગમને સાત વાર જેલ થઇ છે. અને આ વખતે તેઓ પોતાના બાળક સાથે ઇ-રિક્શામાં પ્રચાર કરી રહ્યા છે.

હબીબા બેગમની ઉમેદવારી ચર્ચામાં

બાંગ્લાદેશની ચૂંટણીમાં રાજાશાહી-3 બેઠકથી અપક્ષ ઉમેદવાર હબીબા બેગમ પોતાના પ્રચારના કારણે ચર્ચામાં છે. ભૂતપૂર્વ પીએમ શેખ હસીના સરકાર દરમિયાન સાત વખત જેલમાં જઇ આવ્યા છે. હબીબા બેગમ કોઇપક્ષના સમર્થન વિના દરેક સ્થળે જઇ પોતાનું બાળક ખોળામાં રાખી ઇ-રિક્શામાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. હબીબાનો ચૂંટણી માર્ગ સરળ નથી. 21 જાન્યુઆરીના રોજ જ્યારે ઉમેદવારોને ચૂંટણી ચિહ્ન અપાયા હતા. ત્યારે તેમની ઉમેદવારી રદ્દ કરાઇ હતી. અને સાથે જ અરજી પણ ફગાવાઇ હતી.

હબીબા બેગમનું ચૂંટણી ચિહ્ન 'ફૂટબોલ'

બાદમાં તેઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. અને 27 જાન્યુઆરીની રાત્રે તેમને રાહત અપાઇ હતી. હબીબા બેગમને ફૂટબોલનું ચિહ્ન અપાયુ હતુ. રાજાશાહી-3 બેઠક પર કુલ છ ઉમેદવાર મેદાનમાં છે. આ ચૂંટણીમાં તેઓ રાજાશાહી જિલ્લામાં એકમાત્ર મહિલા ઉમેદવાર છે.

ગામ અને બજારમાં સીધો સંવાદ

હબીબાએ મોહોનપુર ઉપજિલ્લાના સિંહોમારા ગામથી પોતાનો ચૂંટણી પ્રચાર શરુ કર્યો હતો. હમણા સુધી તેઓ 20 કિલોમીટરનો પ્રવાસ કરી ચુકી છે. હબીબા બેગમના ચૂંટણી પ્રચારમાં કોઇ મોટા નેતા કે પાર્ટીના ઝંડાઓથી સજેલી ગાડીઓ નથી હોતી. અને કોઇ કાફલો પણ નથી હોતો. તેઓ પોતાના પતિ મસૂદ રાણા અને બાળક સાથે ઇ-રિક્શામાં બેસીને ચૂંટણી પ્રચાર કરે છે. અને અમુક સ્થળે તેઓ ચાલીને પણ પ્રચાર કરે છે.

કોણ છે હબીબ બેગમ ?

હબીબા બેગમ પહેલાથી જ રાજનીતિમાં સક્રિય છે. અવામી લીગ સરકાર દરમિયાન તેઓના વિરુદ્ધ છ કેસ દાખલ કરાયા હતા. અને સાત વખત જેલ જઇ ચુક્યા છે. બે મામલા હજુપણ કોર્ટમાં ચાલી રહ્યા છે. હબીબા બેગમે કહ્યુ હતુ કે, પ્રથમ કેસ 2011માં ત્યારે દાખલ કરાયો હતો. જ્યારે તેમની ઉંમર 23 વર્ષ હતી. અને એ સમે ચૂંટણી લડવા માટેની ઉંમર 25 વર્ષ નક્કી કરાઇ હતી. હબીબા મોહોનપુર ઉપજિલ્લા કૃષક લીગની મહિલા વિભાગની સચિવ તરીકે ફરજ ભજવી ચુક્યા છે.

આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: પ્રતિબંધ છતાં ચૂંટણી પર આવામી લીગનો પ્રભાવ, Sheikh Hasinaના પક્ષે શું કર્યુ આયોજન?, જાણો