ખલીલુર રહેમાન મોહમ્મદ યુનુસની સરકારમાં ગૃહ અને રક્ષા મંત્રાલયનો હોદ્દો સંભાળી ચુક્યા છે.
નિયુક્તિ બાદ ઉઠ્યા પ્રશ્નો
તારિક રહેમાને આજે બાંગ્લાદેશના પીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. અને પોતાના મંત્રીમંડળમાં ખાતાની સોંપણી પણ કરી છે. ત્યારે મોહમ્મદ યુનુસના વિશ્વાસુ ગણાતા વ્યક્તિ ખલીલુર રહેમાનને વિદેશ મંત્રી તરીકેનું પદ સોંપ્યુ છે. ત્યારે આ નિયુક્તિ બાદ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે, ખલીલુર રહેમાનની પસંદગી કેમ કરવામાં આવી છે?. બીએનપીએ તારિક કેબિનેટમાં 49 મંત્રીઓનો સમાવેશ કર્યો છે. તેમાં 25 કેબિનેટ મંત્રી અને 24 રાજ્યમંત્રીઓનો સમાવેશ થયો છે.
કોણ છે ખલીલુર રહેમાન ?
ખલીલુર રહેમાન યુનુસ સરકારમાં સૌથી શક્તિશાળી મંત્રી હતા. તેઓએ સરકારમાં ગૃહ અને રક્ષા જેવા મહત્ત્વના વિભાગ સંભાળ્યા છે. યુનુસ સરકારમાં સામેલ થવા અગાઉથી જ ખલીલુર રહેમાન વિદેશ સેવાઓમાં તૈનાત હતા. ઢાકામાં જન્મ લેનાર ખલીલુર રહેમાનનો અભ્યાસ ઢાકા યુનિવર્સિટીમાં થયો છે. બાદમાં તેઓ અભ્યાસ માટે ટફ્ટ્સ અને હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા હતા. 1991માં ખલીલુર રહેમાન યુએનમાં તૈનાત હતા. ખાલિદા જિયાની તેઓ નજીકના હતા. બીએનપીની ભલામણ પર તેમને યુનુસ સરકારમાં સામેલ કરાયા હતા.
ખલીલુર રહેમાનની કેમ કરાઇ નિયુક્તિ ?
1. ખલીલુર રહેમાન યુનુસ સરકારમાં રક્ષા મંત્રી હતા. તેમના કારણે જ યુનુસના ચીન અને પાકિસ્તાન સાથે સંપર્ક વધ્યા હતા. તારિક માટે પણ આ બન્ને દેશ મહત્ત્વના છે.
2. ખલીલુર રહેમાનને સેના પ્રમુખ વકાર જમાનના પ્રબળ વિરોધી માનવામાં આવે છે. તારિક રહેમાન માટે વકાર જમાનને નિયંત્રિત કરવું સૌથી મોટો પડકાર છે.
3. બાંગ્લાદેશ માટે સૌથી મોટી મુશ્કેલી રખાઇન પ્રાંત અને રોહિંગ્યા છે. તેને બાંગ્લાદેશમાંથી પરત મોકલવા ઢાકા માટે પડકાર છે. યુનુસ સરકારમાં રોહિંગ્યાને પરત મોકલવા માટે ખલીલુર રહેમાન સતકત યોજના બનાવી રહ્યા છે.
4. યુનુસ સરકારના અંતિમ સમયમાં ભારત સાથે સંબંધ સુધારવાની કવાયત પણ ખલીલુર રહેમાને જ કરી હતી. ડિસેમ્બર 2025માં ખલીલુર રહેમાન દિલ્હી આવ્યા હતા. અહીં તેઓએ એનએસએ અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ Saudi Arabia કેબિનેટમાં ફહદ અલ-સૈફના નામની ચર્ચા થઇ તેજ, જાણો કયુ ખાતુ ફાળવવામાં આવ્યુ?
