બાંગ્લાદેશની અવામી લીગ પાર્ટીએ વચગાળા સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસ પર ઇસ્લામી કટ્ટરપંથીઓ સાથે રણનીતિ હેઠળ જોડાણ કર્યાનો આરોપ લગાવ્યો છે. તેઓએ આ મામલે ચેતાવણી પણ આપી છે.
પ્રતિબંધિત સંગઠન ફરી આક્રમક
સલાહકાર મોહમ્મદ યુનુસના આ પ્રકારના પગલા દેશને નુકસાન પહોંચાડી શકે છે. અવામી લીગ પાર્ટીએ વધુમાં જણાવ્યુ છે કે, વચગાળાની સરકારમાં હિજ્બ-ઉત-તહરીર જેવા પ્રતિબંધિત સંગઠન ફરી આક્રમક થયા છે. તો દોષિત ઠરેલા આતંકવાદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશની અવામી લીગ પાર્ટીનું કહેવું છે કે, મંદિર અપવિત્ર કરવામાં આવ્યુ હતુ. અલ્પસંખ્યકોને ધમકાવવામાં આવ્યા હતા. મહિલાઓના અધિકારોનું હનન કરવામાં આવ્યુ છે. ધર્મનિરપેક્ષતાને પાઠ્યપુસ્તકો અને બંધારણીય ભાષામાંથી હટાવવામાં આવ્યુ છે.
ધર્મ રાજનૈતિક હથિયાર બન્યુ
અવામી લીગ પાર્ટીએ જણાવ્યુ હતુ કે, આ સરકારની નિષ્ફળતા નથી પરંતુ કટ્ટરવાદને જેતે રહીને સશક્ત બનાવવાનો પ્રયાસ છે. અવામી લીગ અનુસાર યુનુસે સત્તા પર પોતાની નબળી પકડને મજબૂત કરવા માટે ધર્મને રાજનૈતિક હથિયાર બનાવ્યુ છે. મોહમ્મદ યુનુસની સરકાર બાંગ્લાદેશમાં રાજનૈતિક અસ્થિરતા, પોતાનું અસ્તિત્ત્વ ટકાવવા માટેનો સામનો કરી રહી છે. સત્તા મેળવવાની લાલસા દેશના ભવિષ્યને સંકટમાં નાંખી રહ્યુ છે.
ધાર્મિક સ્થળો ખતરામાં
અવામી લીગે કહ્યુ હતુ કે, પ્રમુખ સંસ્થાઓમાં ચરમપંથીઓને બેસાડીને અને જામાત-એ-ઇસ્લામી જેવા સમૂહને રાજનૈતિક સ્ટેજ પર ફરી એકત્ર કરવામાં આવ્યા છે. દેશમાં આતંકવાદીઓ વચ્ચેની જે દિવાલ હતી. તે તોડી પાડવામાં આવી છે. ઇસ્લામી શક્તિઓ સાથે સંબંધ વધારવાથી બાંગ્લાદેશમાં ડરનો માહોલ છે. ધાર્મિક સ્થળો ખતરામાં છે. અશાંતિનો માહોલ છે. અને મહિલાઓ માટે અસુરક્ષા વધી રહી છે.













