નવા વડા પ્રધાન બાલેન્દ્ર શાહના શપથ ગ્રહણના થોડા સમય પછી આ ધરપકડ કરવામાં આવી હતી.

GenZ વિરોધ પ્રદર્શનનો મામલો

નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીની GenZ વિરોધ પ્રદર્શન દરમિયાનના ગુનાહિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેમની તબિયત ખરાબ થઇ હતી. તેઓને ગભરામણની ફરિયાદ હતી. અને બાદમાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવા વડા પ્રધાન બાલેન્દ્ર શાહના શપથ ગ્રહણના થોડા સમય પછી આ ધરપકડ કરવામાં આવી હતી.

ધબકારા વધવાની ફરિયાદ

હોસ્પિટલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભૂતપૂર્વ વડા પ્રધાન અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કેપી શર્મા ઓલીને ધબકારા વધવાની ફરિયાદ સાથે ટીયુ ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ હાઇડ્રોનેફ્રોસિસ, ડાયાબિટીસ મેલીટસ, હાયપરટેન્શન, હાઇપોથાઇરોડિઝમ, એપીસી સાથે એટ્રિયલ ફાઇબ્રિલેશન અને કોલેલિથિઆસિસથી પીડાતા પોસ્ટ-રેનલ ટ્રાન્સપ્લાન્ટ દર્દી છે, નિવેદનમાં કહેવામાં આવ્યું છે.

ઓલીની શનિવારે ધરપકડ કરાઇ

ગૃહ મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલી ઔપચારિક ફરિયાદ બાદ શનિવારે ઓલીને ગુંડુ, ભક્તપુર સ્થિત તેમના ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તપાસ અને ધરપકડ વોરંટનો આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ સ્પેશિયલ કોર્ટ જજ ગૌરી બહાદુર કાર્કીના નેતૃત્વ હેઠળના કમિશનની ભલામણોને અમલમાં મૂકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ નાની ઉંમરે વધી રહ્યું છે Heart Attackનું પ્રમાણ, જાણો કઈ આદતો આપે છે ફાળો?