રસ્તા પર પ્રદર્શન કરી રહેલા યુવાઓએ બે દિવસમાં નેપાળની સરકારમાં ઉથલ-પાથલ મચાવી છે. આ સમગ્ર ઘટના પાછળ બે યુવા નેતાઓના નામ સામે આવી રહ્યા છે. જેમને માસ્ટરમાઇન્ડ પર ગણવામાં આવે છે.

યુવા વર્ગમાં પ્રિય નેતાઓ

નેપાળમાં સત્તા પરિવર્તનના દ્રશ્યો પાછળ બે યુવાઓના નામ વધુ ચર્ચાસ્પદ બન્યા છે. જેમાં બાલેન્દ્ર શાહ અને સુદન ગુરંગ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ બન્ને નેતાઓ યુવાઓમાં પ્રિય છે. અને તેમની છવી પણ સ્વચ્છ માનવામાં આવે છે. પ્રામાણિક અને ભ્રષ્ટાચાર વિરોધી છવીઓના કારણે આ બન્ને નેતા પોતાનો યુવા વર્ગ ધરાવે છે. બાલેન્દ્ર શાહ મેયર અને રેપર છે. તો સુદન ગુરંગ 'હામી નેપાળ'ના સંસ્થાપક છે.

સક્રિયતા અને નેતૃત્ત્વ ક્ષમતા

બાલેન્દ્ર શાહ અને સુદન ગુરંગની સક્રિયતા અને નેતૃત્ત્વ ક્ષમતાના કારણે નેપાળની રાજનીતિની દિશા બદલાઇ છે. બાલેન્દ્ર શાહે શહેરી વિકાસ અને તંત્ર સુધારા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. તો આ તરફ, સુદન ગુરંગે યુવાઓના મુદ્દાઓ અને સામાજિક ન્યાય પર કામ કર્યુ છે. આ બન્ને નેતાઓના કામથી નેપાળની સરકારમાં સકારાત્મકતા જોવા મળી રહી છે. બાલેન્દ્ર શાહ બાલેન નામે વધુ પ્રખ્યાત છે. તેઓ કાઠમંડુના યુવા મેયર, સ્વતંત્ર યુવા નેતા, રેપર અને એન્જિનીયર છે. ભ્રષ્ટાચાર, પારંપરિક રાજનીતિ અને જનસુવિધાના મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપતા રહે છે. યુવાઓ ઇચ્છે છે કે, બાલેન્દ્ર શાહને પીએમ તરીકે નિયુક્ત કરવામાં આવે.

Gen Z ક્રાંતિ માટે પ્રેરણા

36 વર્ષીય સામાજિક સંગઠન 'હામી નેપાળ'ના સંસ્થાપક સુદન ગુરંગ પણ યુવાઓના રોલ મોડેલ છે. તેઓને Gen Z ક્રાંતિ અને સોશિયલ મીડિયા વિરોધ આંદોલન ગોઠવવા માટે, યુવા નેટવર્ક જોડવા અને રણનીતિ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે જવાબદાર ગણવામાં આવે છે. આંદોલનને દિશા આપવા અને યુવાઓને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા માટેનો શ્રેય તેમને આપવામાં આવે છે.  

  • Follow us on: