ઉસ્માન હાદીના હત્યારાઓને પકડવા માટે મોહમ્મદ યુનુસની સરકાર પર દબાણ સતત વધી રહ્યો છે.

ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ

બાંગ્લાદેશમાં ભૂતપૂર્વ પીએમ ખાલિદા જિયાના અંતિમ સંસ્કાર વખતે કેન્દ્રીય વિદેશી મંત્રી એસ.જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ. વર્તમાન સમયમાં ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટાશ જોવા મળી છે. કારણ છે ભારતે શેખ હસીનાને શરણ આપી છે. અને આ પરિસ્થિતિની વચ્ચે ઇનકિલાબ મંચના નેતા ઉસ્માન હાદીની હત્યા કરાઇ હતી. અને સ્થિતિઓ વધુ વણસી હતી. પોલીસે દાવો કર્યો હતો કે, હત્યારાઓ ભારતમાં છુપાયા છે. પરંતુ આ બધાની વચ્ચે આરોપીઓએ પોતાનો વીડિયો જાહેર કરીને પોલીસની પોલ ખોલી હતી.

પોલીસના દાવાની પોલખોલ

ઉસ્માન હાદી ભારત વિરોધી વિચારાધારા ધરાવતો હતો. અને આ મામલામાં પોલીસ ભારતને વચ્ચે લાવવા માંગે છે. પરંતુ આરોપીએ પોતાનો વીડિયો જાહેર કરીને દુબઇમાં હોવાનું જણાવ્યુ છે. અને તેણે ભારતમાં પ્રવેશ નથી કર્યો હોવાનું પણ કહ્યુ હતુ. આરોપી ફૈસલ કરીમ મસૂદે પોલીસના એ દાવાને ફગાવી દીધો છે જેમાં કહેવાયુ હતુ કે, હત્યા બાદ આરોપી હાલુઆઘાટ બોર્ડરના માર્ગે ભારતમાં પ્રવેશ્યો હતો.

કોણ હતો ઉસ્માન હાદી ?

શરીફ ઉસ્માન હાદી જુલાઇ 2024ના વિદ્યાર્થી આંદોલનનો જાણીતો ચહેરો હતો. તે વિદ્યાર્થી સંગઠન ઇનકિલાબ મંચના વરિષ્ઠ નેતા હતા. તેઓ ફેબ્રુઆરીમાં યોજાનારા ચૂંટણીમાં વિજયનગર વિસ્તારથી મેદાને ઉતરવાની તૈયારીઓ કરી રહ્યો હતો. હાદીને ઢાકામાં મસ્જિદથી બહાર નિકળતા સમયે ગોળી મારવામાં આવી હતી. અને બાદમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયુ હતુ. આ હુમલા અને મોત બાદ બાંગ્લાદેશમાં હિંસક પ્રદર્શનો થયા હતા. 

આ પણ વાંચોઃ  Bangladeshમાં કટ્ટરપંથી વિદ્યાર્થીઓની તોડફોડ, યુનિવર્સિટી અને ઓફિસને લગાવ્યા તાળા