તેલ સંકટથી વિશ્વમાં સ્થિતિ કફોડી બની છે. સ્થિતિને પહોંચી વળવા માટે પાકિસ્તાન સરકારે લોકડાઉન જાહેર કર્યુ છે.

તેલ સંકટ વધુ ઘેરુ બન્યુ

પાકિસ્તાને યુદ્ધ સંકટ અને પેટ્રોલ-ડીઝલ મામલે વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખતા અઠવાડિયા માટે સ્માર્ટ લોકડાઉન જાહેર કર્યુ છે. શનિવાર અને રવિવાર બજારો બંધ રાખવામાં આવશે. સરકારના આગામી આદેશ સુધી આ લોકડાઉન યથાવત્ રહેશે. દુકાનો અને હાઇવે બંધ રાખવામાં આવ્યા છે. લગ્ન સમારંભ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇરાન સાથેના યુદ્ધ બાદ વિશ્વમાં તેલ સંકટ વધુને વધુ ઘેરુ બનતુ જાય છે.

4-5 એપ્રિલ દરમિયાન લોકડાઉન લાગુ

તેલ સંકટના કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની રહી છે. આ સંકટને પહોંચી વળવા માટે પાકિસ્તાને લોકડાઉનનો સહારો લીધો છે. લોકડાઉનની શરૂઆત 4-5 એપ્રિલ દરમિયાન કરવામાં આવશે. આ સ્માર્ટ લોકડાઉન હેઠળ શનિવાર મધ્ય રાત્રી 12 વાગ્યાથી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત વાહન વ્યવહાર બંધ રહેશે. આ સાથે લગ્ન સમારંભ અને જે સ્થળોએ લોકો એકત્ર થવાના હોય તેવા સ્થળો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

પાકિસ્તાન સરકારના નિર્ણયો

4 અને 5 એપ્રિલ 2026થી પાકિસ્તાનમાં અઠવાડિયામાં બે દિવસ, શનિવાર અને રવિવાર માટે સંપૂર્ણ અને વ્યાપક લોકડાઉન લાગુ કરાશે

લોકડાઉન દર શનિવારે રાત્રે 12-01 વાગ્યાથી અમલમાં રહેશે અને દર રવિવારે રાત્રે 11-59 વાગ્યા સુધી ચાલુ રહેશે

લોકડાઉન ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સહિત તમામ વ્યવસાયિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ પર લાગુ પડશે

લોકડાઉનમાં કોઈપણ વાણિજ્યિક અથવા જાહેર સંસ્થામાં લગ્ન કે અન્ય કાર્યક્રમોની મંજૂરી અપાશે નહીં.

બધા બજારો બંધ રહેશે. જોકે, હોસ્પિટલો, ફાર્મસીઓ અને આવશ્યક જાહેર સેવાઓ, જેમાં હવાઈ અને દરિયાઈ બંદરો અને રેલ્વે સ્ટેશનોનો લોકડાઉન દરમિયાન કાર્યરત રહેવાની મંજૂરી આપવામાં આવશે.

લોકડાઉન સમયગાળા દરમિયાન તમામ આંતર-શહેર મોટરવે, હાઇવે અને રસ્તાઓ તમામ પ્રકારના ટ્રાફિક માટે બંધ રહેશે. જોકે, જાહેર પરિવહન બસોને મુક્તિ આપવામાં આવશે.

પ્રાંતીય મુખ્ય સચિવો લક્ષ્ય સબસિડી પૂરી પાડવા માટે બે અને ત્રણ પૈડાવાળા વાહનોની તેમના માલિકોના નામે તાત્કાલિક નોંધણી સુનિશ્ચિત કરશે.

સિલિન્ડરની કિંમત વધતા હાહાકાર

પહેલેથી જ મોંઘવારી અને ગરીબીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસ સંકટનો ભારે ફટકો પડ્યો છે. LPG થી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીની દરેક વસ્તુના ભાવમાં તીવ્ર વધારો થયો છે. જેની અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. પડોશી દેશ ઉર્જા સંકટને પહોંચી વળવા માટે યોજનાઓ વિકસાવી રહ્યો છે. પાકિસ્તાનમાં 11.67 કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ₹3900થી વધીને ₹5135 થઈ છે. જે અગાઉ ₹3150 હતી.

આ પણ વાંચોઃ ભૂગર્ભમાં રહેલી ઈરાનની સાચી શક્તિના કારણે અમેરિકા અને ઇઝરાયલ સામે વધુ પડકારો ઉભા થયા