સેના હવે જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની રાજકીય ફાઇલ બંધ કરવા માટે કામ કરી રહી છે.
પાકિસ્તાનમાં રાજકીય સ્થિતિ ડામાડોળ
1. ગુરુવારે, પાકિસ્તાનની એક કોર્ટે અલીમા ખાન વિરુદ્ધ કાર્યવાહી કરી. કોર્ટે તેણીએ જમા કરાવેલી જામીન રકમ જપ્ત કરવાનો આદેશ આપ્યો. અલીમા ખાન અનેક કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહી છે. સરકારનો પ્રાથમિક પ્રયાસ અલીમાને ચૂપ કરવાનો છે. અલીમા પાકિસ્તાન સરકાર સાથે ઇમરાન ખાનના સંબંધોમાં સૌથી વધુ સક્રિય છે.
2. ઇમરાન ખાનના નજીકના સહયોગી ભૂતપૂર્વ ISI વડા ફૈઝ હમીદને લશ્કરી કોર્ટે ચાર કેસોમાં દોષિત ઠેરવ્યા છે. પાકિસ્તાનની અદાલતે તેમને 14 વર્ષની જેલની સજા સંભળાવી છે. તેમના પર પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
3. પાકિસ્તાન પીએમ શાહબાઝ શરીફના રાજકીય સલાહકાર રાણા સનાઉલ્લાહના મતે ઇમરાન ખાનની જેલ ટૂંક સમયમાં અલગ સ્થાને કરાશે. સરકાર આ અંગે વિચારણા કરી રહી છે. તેમને રાવલપિંડીની એવી જેલમાં ટ્રાન્સફર કરાશે જ્યાં PTIના કાર્યકરો પ્રવેશી શકશે નહી.
4. પાકિસ્તાનના માહિતી પ્રધાન અતા તરારના મતે, કોઈને પણ ઇમરાન ખાનને મળવા દેવામાં આવશે નહીં. તરાર કહે છે કે ઇમરાન ખાન તમામ સભામાં સેનાની વિરુદ્ધમાં જ બોલે છે. આ યોગ્ય નથી. અમે નિર્ણય લીધો છે કે ઇમરાન ખાનને હવે કોઈને મળવા દેવામાં આવશે નહીં.
5. પાકિસ્તાનની પંજાબ એસેમ્બલીએ ઇમરાન ખાનની પાર્ટી, પીટીઆઈ વિરુદ્ધ એક ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે ઇમરાન ખાનની પાર્ટી દુશ્મન રાજ્યનું પ્યાદુ છે અને તેના પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે છે. પંજાબ એસેમ્બલીએ તહરીક-એ-લબ્બૈક પર પ્રતિબંધ મૂક્યો હતો. જેના પગલે સમગ્ર પાકિસ્તાનમાં આ સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
