ઇઝરાયલનું સત્તાવાર સ્મારક કે જે 1953માં નાઝીઓ દ્વારા માર્યા ગયેલા 6 મિલિયન યહૂદીઓની યાદમાં બનાવાયુ છે.

ઐતિહાસિક સ્થળોની મુલાકાત

પીએમ મોદી ઇઝરાયલના બીજા દિવસના પ્રવાસ દરમિયાન ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઇ રહ્યા છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ યિશાહક હેઝ્રોગ સાથે મુલાકાત કરી હતી. અને દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પ્રથમ દિવસે પીએમ મોદીએ ઇઝરાયલની સંસદને સંબોધિત કર્યુ હતુ. અને ઐતિહાસિક ક્ષણો વાગોળી હતી. પીએમ મોદીનું નેતન્યાહૂ અને તેમના પત્ની સારાએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ.

પીએમ મોદીએ વાશેમની લીધી મુલાકાત

પીએમ મોદીએ બેન્જામિન નેતન્યાહૂ સાથે હોલોકોસ્ટ સંગ્રહાલયની યાદ વાશેમનો પ્રવાસ કર્યો હતો. અહીં તેઓએ હોલોકોસ્ટના પીડિતો શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા. અને શહીદોને નમન કર્યુ હતુ. બાદમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ બન્ને દેશ વચ્ચે સંરક્ષણ કરાર થવાની પ્રબળ શક્યતા જોવા મળઈ રહી છે.

ઇઝરાયલમાં 'આઇ લવ માય ઇન્ડિયા' પ્રદર્શન

ઇઝરાયલ પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ દિવ્યાંગ કલાકારો દ્વારા પ્રસ્તુત 'આઇ લવ માય ઇન્ડિયા' પરફોર્સન્સ નિહાળ્યુ હતુ. તેમની પ્રશંસા કરતા પીએમ મોદીએ લખ્યુ હતુ કે, દિવ્યાંગ કલાકારોના એક સમૂહે અસાધારણ પ્રસ્તુતિ કરી છે. 'આઇ લવ માય ઇન્ડિયા'ની આ યાદગાર પ્રસ્તુતી તેમને યાદ રહેશે. ભારતીય મૂળના યહૂદી અને ઇઝરાયલી નાગરિકો એકસાથે જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ PM Modi Israel Visit 2026: બેઠક, વાતચીત અને સમજૂતિના નામે રહેશે પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસનો આજે બીજો દિવસ