પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારના બાંગ્લાદેશ પ્રવાસે ઘણી ચર્ચાઓ જગાવી છે. જેના કારણે રાજનીતિમાં હલચલ જોવા મળી રહી છે. બાંગ્લાદેશ નેશનલ પાર્ટી અને અન્ય વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત બાદ બન્ને દેશ વચ્ચે સંબંધો મજબૂત થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે. અને આ સંબધોની અસર આગામી સમયમાં થનારી ચૂંટણી પર પણ જોઇ શકાશે. 


મુલાકાત બાદ ચર્ચાઓ તેજ

પાકિસ્તાનના ઉપમુખ્યમંત્રી અને વિદેશ મંત્રી ઇશાક ડાર બાંગ્લાદેશના બે દિવસીય પ્રવાસે છે. બાંગ્લાદેશમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાકિસ્તાનના નેતાઓનો પ્રવાસ, મુલાકત અને બેઠક વધુ અટકળો તેજ કરી રહી છે. શેખ હસીનાના દેશ છોડ્યા બાદ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર અને પાકિસ્તાનના નેતાઓમાં મિત્રતા મજબૂત થઇ રહી છે. બાંગ્લાદેશમાં સરકાર પરિવર્તન થયા બાદ પાકિસ્તાન તેને પોતાની પાસે રાખવા માટે હમણાથી જ તૈયારી શરુ કરી છે. વિદેશ મંત્રી ઇશાક ડારે શેખ હસીનાની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ અને જમાત-એ-ઇસ્લામી, નેશનલ સિટીઝન પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ચૂંટણી પર થઇ શકે છે અસર

ફખરુલ સાથે BNPનું મોટુ ડેલીગેશન પાકિસ્તાન દૂતાવાસ પહોંચ્યુ હતુ. જેમાં સ્થાયી સમિતીના સભ્ય ડૉ.અબ્દુલ મોઇન ખાન, અમીર ખાસરુ મહમુદ ચૌધરી અને સેલિમા રહમાન, ઉપાધ્યક્ષ અલ્તાફ હુસૈન ચૌધરી અને આયોજન સચિવ શમા ઓબૈદ સામેલ છે. 55 મિનીટ સુધી આ બેઠકો યોજાઇ હતી. આગામી સમયમાં યોજાનાર બાંગ્લાદેશ ચૂંટણી મામલે મોહમ્મદ યુનુસની વચગાળની સરકાર પોતાનો પ્રભાવ વધારી રહી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બાંગ્લાદેશના જે નેતાઓને મળ્યા છે તે તમામ શેખ હસીનાના મોટા દુશ્મનો છે. બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે થઇ રહેલી મુલાકાત, વાતચીત અને મિત્રતા આ તમામ પાસાઓ ચૂંટણી પર મોટી અસર કરી શકે છે. 

  • Follow us on: