SCOના તમામ દેશના નેતાનું એકસાથે ફોટો સેશન, PM મોદી, પુતિન અને શી જિનપિંગ એકસાથે એક મંચ પર જોવા મળ્યા હતા. આ સમિટ અમેરિકા માટે પરોક્ષ સંકેત હોઇ શકે છે. આ સમિટ દરમિયાન ટેરિફ, આતંકવાદ અને વિવિધ વૈશ્વિક મુદ્દે વાતચીત કરશે.


શી જિનપિંગે પીએમ મોદીનું કર્યુ સ્વાગત

ચીનના તિયાનજિનમાં વૈશ્વિક રાજદ્વારીનો નવો અધ્યાય જોવા મળ્યો હતો. SCO સમિટના મંચ પર પીએમ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યજમાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે હાજર હતા. ગ્રુપ ફોટો સેશન દરમિયાન, SCOના બધા સભ્યો એક મંચ પર એકસાથે હાજર હતા. જ્યારે PM મોદી SCO સમિટના મંચ પર પહોંચ્યા ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમની પત્ની પેંગ લિયુઆન પણ તેમની સાથે હતી. ફોટો સેશન પછી, PM મોદીએ જિનપિંગ અને તેમની પત્ની સાથે હાથ મિલાવ્યા. આ દરમિયાન, બંને નેતાઓના ચહેરા પર ખુશી હતી. પીએમ મોદી અને પુતિન વચ્ચે તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિઓ પણ જોવા મળ્યા હતા. જિનપિંગને મળ્યા પછી, પીએમ મોદી માલદીવ અને નેપાળ સહિત ઘણા દેશોના નેતાઓને મળ્યા હતા.

સંતુલિત થતા સંબંધો

તિયાનજિનમાં SCO સમિટ દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મુલાકાતથી ભારત-ચીન સંબંધોમાં નવી આશાઓ જાગી રહી છે. ગલવાન અથડામણ પછી પહેલીવાર યોજાયેલી આ 50 મિનિટની મુલાકાતમાં સરહદ વિવાદ, કૈલાશ માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા પર કરાર થયો.ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં ભારત અને ચીનના રાષ્ટ્રપ્રમુખો વચ્ચે થયેલી ઐતિહાસિક મુલાકાતે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. જૂન 2020માં ગલવાન ખીણના સંઘર્ષ પછી પહેલીવાર પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાતે માત્ર સરહદ વિવાદ પર કરારનો માર્ગ ખોલ્યો નહીં, પરંતુ બંને દેશો વચ્ચે સહયોગની નવી આશાઓ પણ જગાવી.

  • Follow us on: