અમેરિકાના અરબપતિ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટર બૈરી સ્ટર્નલિચ્ટે કહ્યુ છે કે, મમદાની ન્યૂયોર્કને મુંબઇ બનાવવા ઇચ્છે છે.

ન્યૂયોર્કનું ભવિષ્ય બદબાદઃ બૈરી સ્ટર્નલિચ્ટ

ન્યૂયોર્કના નવા મેયર તરીકે નિયુક્ત થનાર ઝોહરાન મમદાની સામે શરૂઆતથી જ અસંતોષના સુર ઉઠી રહ્યા છે. ખાસ કરીને અમેરિકાના કારોબારી તેમના સામાજવાદી નીતિઓથી સંતુષ્ટ નથી. રિયલ એસ્ટેટના અરબપતિ અને સ્ટારવુડ કેપિટલ ગ્રુપના સીઇઓ બૈરી સ્ટર્નલિચ્ટે કહ્યુ હતુ કે, તેઓ પોતાની કંપનીને ન્યૂયોર્કની બહાર સ્થાયી કરવા મામલે વિચારી રહ્યા છે. કારણ કે હવે અહીં રહેવું મુશ્કેલ છે. તેઓએ દાવો કર્યો છે કે, ન્યૂયોર્કનું ભવિષ્ય બદબાદ થશે. અને તેવામાં અહીં રહેવું માત્ર નુકસાનને આમંત્રણ આપવા બરાબર છે.

મમદાનીની નીતિથી અસંતોષ

બૈરી સ્ટર્નલિચ્ટે વધુમાં કહ્યુ હતુ કે, શહેરમાં યૂનિયનોની મજબૂત પકડના કારણે રિયલ એસ્ટેટ નિર્માણ અને પ્રબંધનની કિંમત વધુ છે. તેવામાં ઝોહરાન મમદાની સત્તા પર આવતા તેની સમસ્યાઓ વધી શકે છે. કારણ કે, તેમની નીતિઓ વેપારના હિતમાં નથી. તેઓએ કહ્યુ હતુ કે, જે પ્રકારના વચનો અને સમાજવાદી નીતિઓઓનો હવાલો આપીને મમદાની ચૂંટણી જીત્યા છે. જો તે લાગૂ કરવામાં આવે તો ન્યૂયોર્કને કોઇ બચાવી શકશે નહી.

ઝોહરાન મમદાની સામે વિરોધના સુર

ઝોહરાન મમદાનીએ ચૂંટણી જીત્યા બાદ ઘણા વચનો આપ્યા છે. તેમાંથી મુખ્ય છે ભાડાં ફ્રીઝ કરવા એટલે ભાડાં ન વધારવાની નીતિ, ફ્રિ બસ સેવા, 6 મહિનાથી લઇને 5 વર્ષ સુધીના બાળકોને ફ્રી ચાઇલ્ડ કેયર પ્રોગ્રામ અને દરેક જિલ્લામાં સરકારી કરિયાણાની દુકાન ખોલવી. ભાડાં ફ્રીઝ કરવા એટલે ભાડાં ન વધારવાની નીતિ અંગે વાત કરાતા બૈરી સ્ટર્નલિચ્ટે કહ્યુ હતુ કે, ન્યૂયોર્કમાં 100 મિલિયન ડોલરથી વધુના દરેક પ્રોજેક્ટમાં યૂનિયન શ્રમિકનો ઉપયોગ કરવો જરુરી છે. જેના કારણે કિંમત વધી જાય છે. અને ઘર મોંઘા થઇ જાય છે. આના કારણે સ્થિતિ ખરાબ થઇ જશે. 

  • Follow us on: