અફઘાનિસ્તાનમાં બગરામ એયરબેસ મામલે ખેંચતાણ વધી રહી છે. તાલિબાને સ્પષ્ટ કર્યુ છે કે, તેઓ અમેરિકાને કોઇપણ કિંમતે એયરબેસ ફરી સોંપશે નહી.
ડૉનાલ્ડ ટ્રમ્પની ચેતાવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કેસ, કેટલીકવાર બગરામ એયરબેસને રણનૈતિક પ્રાથમિકતા કહીને ચેતાવણી કહી આપી હતી. જો તાલિબાન સહયોગ નહી કરે તો પરિણામ ખરાબ આવશે. તાલિબાનના સુપ્રીમ નેતા હિબતુલ્લાહ અખુંદજાદાનું નિવાસ, જે એનો મીના વિસ્તારમાં સ્થાપિત વેપારીના ગેસ્ટહાઉસમાં સ્થિત છે. તેને વિશેષરૂપથી સુરક્ષા ઘેરામાં રાખવામાં આવ્યુ છે. ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી છે. અને વિવિધ ઉપકરણો પર પ્રતિબંધ લગાવ્યો છે.
હુમલાનો મળશે જવાબ
કંધારમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં તાલિબાનના રક્ષામંત્રી મોહમ્મદ યાકૂબ મુઝાહિદ, વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી, ઉચ્ચ શિક્ષા મંત્રી નદા મોહમ્મદ નદિમ, ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારી, સંચાર મંત્રી, કેન્દ્રીય બેંક ગવર્નર અને ચીફ જસ્ટિસ અબ્દુલ હકીમ હક્કાની સામેલ છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યુ છે કે, બગરામ એયરબેસ ફરી સોંપવુ શક્ય નથી. અને જો અમેરિકા હુમલો કરશે તો તાલિબાન પણ જવાબ આપશે.
વિદેશી સેનાઓની તૈનાતી પાયાવિહોણી
કેટલાક અધિકારીઓએ અખુંદજાદાને ચેતાવણી આપી છે કે, વર્ષ 2020ના દોહા કરાર હેઠળ અમેરિકા આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અફઘાનિસ્તાન પરત ફરી શકે છે. અખુંદજાદાએ કોઇપણ વિદેશી સેનાઓની તૈનાતી મામલાની વાતોને પાયાવિહોણી ગણાવી છે. અને રાજનૈતિક સંવાદ પર વાત કરવા દબાણ કર્યુ છે. બગરામ એયરબેસ અમેરિકાનું સૌથી મોટું સેનાનું ઠેકાણુ રહ્યુ છે. અને 20 વર્ષ સુધી અભિયાનનું મોટું કેન્દ્ર રહ્યુ છે.













