ઇટલીમાં વર્ષ 2027માં સામાન્ય ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેમાં સામાન્ય જનતા પીએમ માટે મતદાન કરશે.
ઇલેક્શન સિસ્ટમ પરિવર્તિત કરવા માટે કવાયત
જોર્જિયા મેલોની ફરી વાર પીએમ બનવા માટે આતુર છે. જેના માટે ઇલેક્શન સિસ્ટમ પરિવર્તિત કરવા માટે કવાયત હાથ ધરાઇ છે. પરંતુ આ બદલાવ સામે કેટલાક લોકો વિરોધ દર્શાવી રહ્યા છે. ઇટલીમાં અપર અને લોઅર હાઉસ બન્નેને એકત્ર કરીને સંસદની 400 બેઠક છે. જેના પર દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે. સરકાર બનાવવા માટે 201 બેઠકોની જરુર છે. 2022માં જોર્જિયા મેલોનીની પાર્ટી ઇટલીની સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. જે બાદ ગઠબંધન હેઠળ મેલોની પીએમ બન્યા હતા. પરંતુ આ વખતે મેલોની એકલા હાથે સરકાર બનાવવા ઇચ્છે છે.
'પાસ્ટ ધ પોસ્ટ ઇલેક્શન'
ઇટલીના 400 બેઠકોને 3 ભાગમાં વેંચીને ચૂંટણી કરવામાં આવી રહી હતી. 37 ટકા બેઠકો પર સીધી ચૂંટણી કરાવવામાં આવી રહી હતી. ઇટલીમાં તેને 'પાસ્ટ ધ પોસ્ટ ઇલેક્શન' કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારે છે. જનતા વોત આપે છે. અને બાદમાં તેની ગણતરી કરવામાં આવે છે. જેને સૌથી વધુ વોટ મળે છે તેઓ જીત હાંસલ કરે છે. ભારતમાં પણ આ પ્રકારે ચૂંટણી કરાવવામાં આવે છે.
'પ્રોપોર્શનલ રિપ્રેઝેન્ટેશ'
61 ટકા બેઠક પર પાર્ટીના ચિહ્ન પર ચૂંટણી કરાવવામાં આવે છે. ઇટલીમાં આ પ્રક્રિયાને 'પ્રોપોર્શનલ રિપ્રેઝેન્ટેશ' કહેવામાં આવે છે. તેમા પાર્ટીને જેટલા ટકા વોટ મળે છે તે બેઠકમાં પરિવર્તિત કરવામાં આવે છે. મેલોની ઇચ્છે છે કે, તમામ બેઠકો પર આ મુજબ જ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. બે ટકા બેઠકો એનઆરઆઇ માટે રિઝર્વ છે. તેમના માટે ઇટલીના જ એનઆરઆઇ મતદાન કરી શકે છે.
આ પણ વાંચોઃ
