કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે કહ્યુ હતુ કે, ભારત-કેનેડાના સંબંધોમાં ઉન્નતિની પ્રક્રિયાઓ ચાલી રહી છે.
ચિંતા વધારનારા મુદ્દાઓ પર વાતચીત
કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે કહ્યુ છે કે, કેનેડાની ધરતી પર કોઇપણ પ્રકારની હિંસા અને અસુરક્ષા સહન કરવામાં નહી આવે. સરકાર ખાલિસ્તાનીઓની ગતિવિધિઓ પર સખ્ત નજર રાખી રહ્યા છે. પ્રથમ ટ્રેક કાયદા અને સુરક્ષા માટેનો હશે. જેમાં બન્ને દેશ એકબીજાના ચિંતા વધારનારા મુદ્દાઓ પર વાત કરશે. બીજા ટ્રેકમાં સમજૂતિ અને સહયોગના નવા ક્ષેત્ર ઉર્જા, બુદ્ધીમત્તા, જળવાયુ પરિવર્તન, વેપાર અને લોકો વચ્ચેના જોડાણ પર ધ્યાન કેન્દ્રીત કરશે.
Also Read
India Canada Relation : ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સુધરવાની શરૂઆત, બંને દેશના વિદેશમંત્રીઓએ હૈદરાબાદ હાઉસમાં કરી બેઠક
US Canada: શું કેનેડા અમેરિકાનુ 51મું રાજ્ય બનશે?, ટ્રમ્પ અને માર્ક કાર્નીની મુલાકાતમાં મળ્યો સંકેત
Canada: બિશ્નોઈ ગેંગને મદદ કરવી હવે ગુનો બનશે! કેનેડાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું
ખાલિસ્તાન સમર્થક ગતિવિધિઓ
અનિતા આનંદે વધુમાં જણાવ્યુ હતુ કે, મારી ભારત યાત્રા દરમિયાન બન્ને દેશ વચ્ચે જોઇન્ટ સ્ટેટમેન્ટને અંતિમ રૂપ આપી શકાય. તેઓએ વધુમાં કહ્યુ હતુ કે, તેમનું આ સંબોધન આપણી દિશા નક્કી કરે છે. લાંબા સમય બાદ એવું સંબોધન જાહેર થયુ છે જે બન્ને દેશ વચ્ચે નવી શરૂઆત કરશે. ભારતની સૌથી મોટી ચિંતા ખાલિસ્તાન સમર્થક ગતિવિધિઓ રહી છે. આ મામલે કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદે કહ્યુ કે, આરસીએમપી તપાસ કરી રહી છે. અને તમામ લોકોએ કાયદાનું પાલન કરવું પડશે.
સુરક્ષા મામલે વધુ ગંભીરતા
ભારત-કેનેડાના નિવેદન એવા સમયે સામે આવ્યુ છે જ્યારે ભારતે કેનેડા પાસે એવા લોકોને સોંપવાની માગ કરી છે જેને ભારતે આતંકી જાહેર કર્યા છે. કેનેડા તેના નાગરિક અને રાજદૂતની સુરક્ષા મામલે અતિ ગંભીર છે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વધી રહી છે. કેનેડા હવે ભારત સાથે પોતાના વેપાર સંબંધો વધુ મજબૂત કરવા ઇચ્છે છે. અનિતા આનંદે કહ્યુ હતુ કે, વર્તમાન સમય વૈશ્વિક આર્થિક અસ્થિરતાનો છે. અને આ સમયમાં ભારત સાથે જોડાણ યોગ્ય વિકલ્પ છે. કેનેડા-ઇન્ડિયા સીઇઓ ફોરમને ફરી શરુ કરવામાં આવશે. બન્ને દેશના મંત્રી રોકાણ અને વેપાર માટે ચર્ચા કરશે.










