યૂએઇ શાહી પરિવારની પાસે 335 અરબ ડૉલરની કુલ સંપત્તિ છે. ખાલિદને સંપત્તિ સોંપ્યા બાદ હવે તેમને સર્વોચ્ચ નેતાની ખુરશી પણ સોંપાઇ શકે છે.
પુત્રના નામે અરબોની સંપત્તિ
સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદે પોતાના પુત્રને સત્તાનો મોટો ભાગ સોંપ્યો છે. જાયદે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે સંયુક્ત અરબ અમીરાત આર્થિક સંકટમાં ફસાયેલું છે. યૂએઇની એક બાજુ સાઉદી અરબ સાથે દુશ્મનાવટ ચાલી રહી છે. તો બીજી બાજુ જાયદ અલ નાહયાન પરિવારમાં સત્તા માટે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. વોલ સ્ટ્રીટ જનરલના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદે 260 બિલિયન ડૉલરની સંપત્તિ પોતાના પુત્રને સોંપી છે.
Also Read
UAE રાષ્ટ્રપતિની ભારત મુલાકાત બાદ પાકિસ્તાનને મોટો ઝટકો, ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ થઈ રદ!
UAE President India Visit News: ભારત અને UAEએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી માટે 'લેટર ઓફ ઇન્ટેન્ટ' પર કર્યા હસ્તાક્ષર, જાણો શું છે મામલો?
UAE President India Visit News: ભારત અને UAEએ સંરક્ષણ, ઉર્જા અને અવકાશ ક્ષેત્રે કર્યા મહત્વપૂર્ણ કરાર, જાણો શું છે ખાસિયત?
શેખ ખાલિદ બિન મોહમ્મદ કોન છે ?
ખાલિદ યૂએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદના મોટા પુત્ર છે. વર્તમાનમાં ખાલિદ અમીરાતની સરકારમાં યુવરાજ જાહેર કરાયા છે. ખાલિદનો જન્મ વર્ષ 1982માં થયો હતો. 2026માં ખાલિદ પ્રથમ વખત રાજનીતિમાં આવ્યા હતા. આ સમયે તેમને સુરક્ષા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 2023માં ખાલિદને પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. અને તેમને યુવરાજ તરીકે જાહેર કરાયા હતા. ખાલિદે શરુઆતી અભ્યાસ અબૂ ધાબીમાં કર્યો છે. બાદમાં માસ્ટર કરવા માટે જોર્જટાઉન યુનિવર્સિટી વાલ્શ સ્કૂલ ઓફ ફોરેન સર્વિસ ગયા હતા.
નાહયાન પરિવાર પાસે કેટલી સંપત્તિ ?
વર્ષ 2005માં વિશ્વના સૌથી અમીર પરિવારની યાદી જાહેર કરાઇ હતી. આ લિસ્ટમાં નાહયાનનો પરિવાર બીજા નંબર પર હતો. યૂએઇના શાહી પરિવારની કુલ સંપત્તિ 335 અરબ અમેરિકા ડૉલર છે. સંયુક્ત અરબ અમીરાતના આ શાસક પરિવારની સંપૂર્ણ સંપત્તિનો સ્ત્રોત તેલનો કારોબાર છે. આ પરિવારના મુખ્યા શેખ મોહમ્મદ બિન જાયદ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ પણ છે. હવે નાહયાને પોતાની કુલ 335 અરબ ડૉલરમાંથી 260 અરબ ડૉલરની સંપત્તિ પોતાના પુત્રના નામે કરી છે.
નાહયાન પરિવારમાં સત્તાનો સંઘર્ષ યથાવત્
નાહયાનના પરિવારના નાના ભાઇ જાયદ સુરક્ષા પ્રમુખના પદ પર આરુઢ છે. તહનૂનની ઉંમર 45 વર્ષ છે. તહનૂન જાયદને યૂએઇના સ્પાઇ શેખ પણ કહેવામાં આવે છે. તહનૂન હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ સાથે ગાઢ મિત્રતા બનાવવામાં વ્યસ્ત છે. જેના માટે ટ્ર્મ્પ ફેમેલીના ક્રિપ્ટો કરન્સી ફોર્મમાં તહનૂને મોટું રોકાણ કર્યુ છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિને ભય છે કે, આગામી સમયમાં સાઉદી સાથે મળીને તહનૂન કોઇ કાર્યવાહી કરી શકે છે. તહનૂનને સઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના પણ નજીકી માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ Kiren Rijiju on Rahul Gandhi News: સંસદ નિયમોથી ચાલે તે જરુરી, રાહુલ ગાંધીની રાજનીતિ શરમજનકઃ કિરેન રિજીજૂ










