New jerseyથી વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લનો અહેવાલ
ન્યુ જર્સી સહિતના અનેક રાજ્યોમાં ભારે બરફવર્ષા અને બ્લિઝાર્ડ (બરફનું તોફાન) ની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા દસકમાં આ સૌથી મોટું બરફનું તોફાન છે. સૌથી મહત્વની બાબત એ છે કે ન્યુ જર્સી, ડેલવેર અને ન્યુયોર્કના ગવર્નરો દ્વારા State emergency જાહેર કરાઈ છે.
ન્યુ જર્સીના અનેક કાઉન્ટીઓમાં કટોકટી જાહેર કરાઈ છે
બ્લિઝાર્ડ વોર્નિંગ (Blizzard Warning): ન્યુ જર્સીના અનેક કાઉન્ટીઓમાં કટોકટી જાહેર કરાઈ છે, પવનની ગતિ 60 માઇલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઇ છે. ન્યુ જર્સીના બર્લિંગ્ટન, મોનમાઉથ અને ઓશન કાઉન્ટીમાં 20 થી 28 ઇંચ સુધી બરફ પડવાની શક્યતા છે. રાજ્યના હાઈવે પર સ્પીડ લિમિટ ઘટાડીને 35 માઇલ પ્રતિ કલાક કરી દેવામાં આવી છે.
ન્યુ જર્સી અને ન્યુયોર્કની મોટાભાગની સરકારી શાળાઓ 23 ફેબ્રુઆરી , સોમવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
આજ કારણે ન્યુયોર્ક સિટી અને ન્યુ જર્સીમાં બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ જાહેર કરાયો છે,
કયા કયા રાજ્યોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે?
હાલમાં અમેરિકાના પૂર્વોત્તર અને મિડ-એટલાન્ટિક રાજ્યો સૌથી વધુ પ્રભાવિત છે. ન્યુ જર્સી રાજ્યમાં ભારે હિમવર્ષાની અસર છે, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ન્યુ જર્સીમાં. ન્યુયોર્ક સિટી અને લોંગ આઈલેન્ડમાં રેકોર્ડબ્રેક બરફવર્ષાની શક્યતા છે. હાલ કલાકના બે થી ત્રણ ઇંચ બરફ પડી રહ્યો છે, શક્યતા છે કે સોમવાર સાંજ સુધીમાં 30 ઇંચ જેટલો બરફ પડે.
પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા સહિતના પૂર્વીય ભાગોમાં ભારે હિમવર્ષા ચાલુ છે.
આ તરફ કનેક્ટિકટમાં પણ મુસાફરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ડેલવેર અને મેરીલેન્ડના દરિયાકાંઠાના રાજ્યોમાં પણ બ્લિઝાર્ડની ચેતવણી ( ભારે પવન સાથે બરફ વર્ષા ) આપવામાં આવી છે. જ્યારે કે
મેસેચ્યુસેટ્સ, બોસ્ટન અને તેની આસપાસના વિસ્તારોમાં 2 ફૂટથી વધુ બરફ પડી શકે છે.









