બ્રિટિશ રોયલ એરફોર્સ (RAF) ના વેલી બેઝ પરથી એક મોટો અકસ્માત સર્જાતા અટકી ગયો છે. રોયલ એરફોર્સના હોક T2 વિમાને નિયમિત તાલીમ મિશન માટે ઉડાન ભરી હતી, પરંતુ ટેકઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં તેમાં અણધારી તકનીકી ખામી સર્જાઈ હતી. વિમાનમાં અચાનક નારંગી રંગની જ્વાળાઓ દેખાવા લાગી અને જોતજોતામાં તે આગની લપેટમાં આવી ગયું હતું.

વિમાન બે વાર નમતુ જોવા મળ્યું

સામે આવેલા સોશિયલ મીડિયા વીડિયો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિમાન બે વાર નમતું અને ધ્રુજતું જોવા મળ્યું હતું. જમીન પર કોઈ રહેણાંક વિસ્તાર કે ઘર સાથે અથડાવાનું ટાળવા માટે પાઇલટ્સે અતિશય સૂઝબૂઝ અને સાહસ બતાવ્યું હતું. વિમાન ઝડપથી નીચે પડીને જમીન પર તૂટી પડે અને મોટો વિસ્ફોટ થાય તે પહેલાં જ બંને પાઇલટ સુરક્ષિત રીતે ઇજેક્ટ થઈને બહાર નીકળી ગયા હતા.
https://twitter.com/PolitlcsUK/status/2102754764807381083

સદ્દનસીબે બંને પાયલટનો ચમત્કારિક બચાવ

ઘટનાની જાણ થતા જ ઇમરજન્સી રેસ્ક્યૂ ટીમો અને એર એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં બંને પાઇલટ્સના પ્રાણ બચી ગયા છે અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.

અસ્થાયી રૂપે બંને વિમાન કરાયા સસ્પેન્ડ

આ ગંભીર અકસ્માતને ધ્યાનમાં રાખીને રોયલ એરફોર્સે તાત્કાલિક ધોરણે એક મોટો નિર્ણય લીધો છે. જ્યાં સુધી આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય, ત્યાં સુધી સાવચેતીના પગલા રૂપે હોક T1 અને T2 શ્રેણીના તમામ વિમાનોના સંચાલનને અસ્થાયી રૂપે સ્થગિત (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Xi Jinping US Visit: રાત્રિ ભોજન દરમિયાન કોણ કોણ રહેશે હાજર? બંને નેતાની બેઠક પર વિશ્વની નજર