અમેરિકાના રિપબ્લિકન સાંસદ Randy Fine મુસ્લિમો વિશે આપેલા નિવેદનને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર મુસ્લિમોની તુલના કૂતરાઓ સાથે કરતી તેમની પોસ્ટને કારણે ડેમોક્રેટ્સ, નાગરિક અધિકાર સંગઠનો અને માનવાધિકાર કાર્યકરો દ્વારા તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.


રેન્ડી ફાઈન કોણ છે?

રેન્ડી ફાઈન ફ્લોરિડાના છઠ્ઠા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના રિપબ્લિકન સભ્ય છે. તેમનો જન્મ 20 એપ્રિલ, 1974ના રોજ ટક્સન, એરિઝોનામાં થયો હતો અને તેમનું બાળપણ કેન્ટુકીમાં પસાર થયું. શિક્ષણની વાત કરીએ તો, તેમણે Harvard Universityમાંથી સ્નાતક ડિગ્રી મેળવી અને ત્યારબાદ Harvard Business Schoolમાંથી MBAએ પૂર્ણ કર્યું. રાજકારણમાં આવતાં પહેલાં તેઓ McKinsey & Company જેવી જાણીતી કંપનીમાં કાર્યરત રહ્યા હતા. ઉપરાંત, તેઓ શિક્ષણ અને કેસિનો ગેમિંગ ક્ષેત્રમાં એક્ઝિક્યુટિવ ભૂમિકાઓ પણ ભજવી ચૂક્યા છે.

રાજકીય કારકિર્દી

રેન્ડી ફાઈને 2016માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ ફ્લોરિડા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં અનેક ટર્મ સુધી રહ્યા. 2024માં તેઓ ફ્લોરિડા સેનેટ માટે ચૂંટાયા અને એપ્રિલ 2025માં ખાસ ચૂંટણી જીતીને US કોંગ્રેસમાં પહોંચ્યા. હાલમાં તેઓ વિદેશ બાબતો અને શિક્ષણ સંબંધિત ગૃહ સમિતિઓના સભ્ય છે.

મુસ્લિમો અંગે અગાઉના વિવાદ

રેન્ડી ફાઈન અગાઉ પણ મુસ્લિમ નેતાઓ વિશે કડક અને અપમાનજનક નિવેદનો આપી ચૂક્યા છે. તેમણે કોંગ્રેસસભ્ય Rashida Tlaib અને Ilhan Omar સામે પણ આક્ષેપજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેને કારણે તેઓ સતત વિવાદમાં રહ્યા છે.

તાજેતરનો મોટો વિવાદ

તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે લખ્યું હતું કે, “જો પસંદગી કરવી પડે તો મુસ્લિમો અને કૂતરાઓ વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ નથી.” આ નિવેદન સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો. અનેક ડેમોક્રેટ નેતાઓ અને નાગરિક અધિકાર સંગઠનોએ તેને નફરત ફેલાવનાર ભાષા ગણાવી અને રેન્ડી ફાઈનના રાજીનામાની માંગ કરી. જો કે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનાથી નુકસાન ઘટ્યું નહીં.

આ પણ વાંચો : US immigration policy : ઇમિગ્રેશન મુદ્દે ટ્રમ્પને ઝટકો! રેટિંગ 38% ની નીચી સપાટીએ પહોંચ્યું


  • Follow us on: