વિશ્વમાં જ્યારે આધુનિક હથિયારો અને શસ્ત્રોની વાત આવે એટલે અમેરિકા, ઈઝરાયલ અને ચીન પહેલા તમામની નજર રશિયા પરફ સહજતાથી વળી જાય. રશિયા તેની સૈન્ય શક્તિ અને અત્યાધુનિક ટેકનોલોજી માટે આખા જગતમાં જાણીતું છે. રશિયા પાસે એવી ઘાતક બેલિસ્ટિક મિસાઇલો છે કે જેનો જગતમાં કોઈ જોટો નથી.

રશિયા પાસે પરમાણુ હથિયાર જેવી મિસાઇલ
રાશિયા અને યુક્રેન વચ્ચે જામેલા જોરદાર યુદ્ધમાં ચોક્કસથી રશિયા યુક્રેન પર ભારે પડ્યું છે. આ યુદ્ધમાં રશિયાની તાકાત બની છે તેની અત્યાધુનિક મિસાઈલો જે પરમાણુ હથિયાર જેવી ક્ષમતા ધરાવે છે. યુક્રેન સામે ચાલી રહેલ યુદ્ધમાં રશિયા નવી હાઇપરસોનિક મિસાઇલોનો ખૂબ ઉપયોગ કરી રહ્યું છે. આ મિસાઇલની ઘાત કરવાની ક્ષમતાની વાત કરીએ તો આ મિસાઇલ 4000 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સહન કરી શકે છે અને 10 મેકથી વધુની ઝડપે આકશમાં ઉડાન  ભરી શકે છે જે તેને વધારે ઘાતક બનાવે છે.

ઘાતક ઓરેશ્નિક મિસાઇલનું પરીક્ષણ
21 નવેમ્બર, 2024ના રોજ વહેલી સવારે ડિનીપર નદીની ઉપર આકશમાં ઊંચાઈ સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. આ કોઈ ડ્રોન કે બોમ હુમલો ન હતો પરંતુ પાછળથી ખબર પડીકે રશિયાએ તેની સુપર સોનિક રશિયન બેલિસ્ટિક મિસાઇલ ઓરેશ્નિકથી દક્ષિણપૂર્વ યુક્રેનમાં એક ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં રશિયાના સંરક્ષણ સુવિધાનો વિનાશ થઈ ગયો હતો. આ હુમલા બાદ જે ફૂટેજ વાઇરલ થઈ એ આખી દુનિયા એ જોઈ. સમસ્યા એ છે કે જો આવી મિસાઈલો વિશ્વમાં લોકપ્રિય થઈ ગઈ તો પરમાણુ શસ્ત્રો ફેશનની બહાર થઈ જશે.

ઓરેશ્નિક મિસાઇલ કેટલી ઘાતક
ઓરેશ્નિક મિસાઇલની ઘાત કરવાની ક્ષમતા તેને અન્ય મિસાઈલો કરતાં સૌથી અલગ બનાવે છે. આ મિસાઇલ તેની અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પરમાણું હુમલાની બરોબરી કરવામાં પણ સફળ થઈ શકે છે. આ ઓરેશ્નિક મિસાઇલ મેક 10 કરતા વધુ ઝડપથી ઉડીને ટાર્ગેટને તબાહ કરી શકે છે અને 4 હજાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં આરામથી ટકી શકે છે. રશિયા આમ કરવાથી દર્શાવે છે કે તે તેની યુદ્ધ વ્યૂહરચના બદલી રહ્યું છે.
  • Follow us on: