ઝેલેન્સકી અને ટ્રમ્પની બેઠક પહેલાં રશિયાએ ખારકીવ પર મિસાઇલ હુમલો કર્યો. આ હુમલામાં 11 લોકો ઘાયલ થયા છે. ખારકીવના ગર્વનર ઓલેહ સિનેહુબોવે ટેલીગ્રામ મેસેજીંગ એપ પર આ વાત જણાવી. રવિવાર રાત્રિના સમયે રશિયાએ યુક્રેનની બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં બેલેસ્ટિક મિસાઇલ હુમલો કર્યો છે. આ હુમલામાં 11 લોકો ઘાયલ થયા છે, જેમાં એક 13 વર્ષીય બાળકી પણ સામેલ છે.


બેલેસ્ટિક મિસાઇલ હુમલો કર્યો
મળતી માહિતી પ્રમાણે ટ્રમ્પ અને પુતિનની બેઠક બાદ ટ્રમ્પ ઝેલેન્સકી સાથે મુલાકાત કરવાના છે. ટ્રમ્પ અને ઝેલેન્સકીની મુલાકાત પહેલાં જ રશિયાએ યુક્રેનના મોટાં શહેર ખારકીવમાં બેલેસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 11 લોકો ઘાયલ થયા છે. હુમલાની માહિતી આપતા ખારકીવ ગર્વનરે કહ્યુ કે, રશિયાની સીમા પાસે ઉત્તર પૂર્વી યુક્રેનમાં સ્થિત ખારકીવ, યુદ્ધની શરૂઆતથી નિયમિત રશિયા ડ્રોન અને મિસાઇલ હુમલાનો નિશાન બનેલો છે. જે મોસ્કોએ ફેબ્રુઆરી 2022 માં સંપૂર્ણ પાયે આક્રમણ સાથે શરૂ કર્યું હતું.

વિસ્ફોટથી બિલ્ડિંગની બારીઓ તૂટી
યુક્રેનની સ્ટેટ ઇમરજન્સી સર્વિસે ટેલીગ્રામ પર કહ્યુ કે, વિસ્ફોટના કારણે ત્યાંની આસપાસના એપાર્ટમેન્ટની બારીઓ તૂટી ગઇ. વિસ્ફોટના અવાજથી લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા હતા. ક્ષેત્રીય અધિકારીઓએ જણાવ્યું કે, રશિયાના ઉત્તરપૂર્વીય પ્રદેશ સુમીમાં નિર્દેશિત હવાઈ હુમલામાં 57 વર્ષીય એક મહિલા ઘાયલ થઈ હતી.આ વિસ્ફોટમાં અનેક ઘરો અને શૈક્ષણિક સંસ્થાની બિલ્ડિંગને નુકસાન પહોંચ્યુ છે. સુમી ક્ષેત્રીય પ્રશાસનના પ્રમુખ ઓલેહ હિગોરોવે ટેલીગ્રામ પર જણાવ્યુ કે દુશ્મન સુમી વિસ્તારમાં નાગરિકોને જાણી જોઇને નિશાન બનાવી રહ્યા છે. 
  • Follow us on: