રશિયાના કામચટકા પ્રાયદ્વીપની પાસે આજે 8.8ની તીવ્રતાનો ખુબજ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે રશિયા અને જાપાનમાં વિનાશકારી સુનામી આવી છે. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ છે. રશિયા અને જાપાન સિવાય અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ચીન, ફિલીપાઇન્સ, ઇન્ડોનેશિયા અને તાઇવાનમાં સુનામીનો ખતરો તોળાઇ રહ્યો છે. પ્રશાંત મહાસાગરમાં લગભગ 6 ફૂટ ઉંચી લહેરો ઉઠી રહી છે અને ભયંકર તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે.
19 લાખથી વધુ લોકો થયા બેઘર
જાપાનના સમુદ્ર કિનારે વસેલા 21 રાજ્યમાં સુનામી ત્રાડક્યુ છે. આ રાજ્યોમાં 19 લાખથી વધુ લોકો જાપાનના લગભગ 21 દરિયાકાંઠાના રાજ્યો સુનામીની ઝપેટમાં છે. આ રાજ્યોમાં 19 લાખથી વધુ લોકો રહે છે, જેઓ ગભરાટમાં છે. સુનામીને કારણે તેમને પોતાના ઘર છોડવા પડ્યા છે, કારણ કે જાપાન સરકારે લોકોને શહેર ખાલી કરવા કહ્યું છે. તે જ સમયે, આજે જાપાનમાં આવેલી સુનામીએ વર્ષ 2011 માં આવેલી સુનામીથી થયેલા વિનાશના ઘા પણ તાજા કર્યા છે. ચાલો જાણીએ કે 14 વર્ષ પહેલા વર્ષ 2011 માં જાપાનમાં શું થયું હતું?
વર્ષ 2011 માં જાપાનમાં વિનાશ થયો હતો
14 વર્ષ પહેલા 11 માર્ચ 2011 ના રોજ, જાપાનના તોહોકુ પ્રદેશ નજીક પેસિફિક મહાસાગરમાં 9 થી વધુ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર સેન્ડાઈ (મિયાગી પ્રીફેક્ચર) થી 130 કિલોમીટર પૂર્વમાં 30 કિલોમીટર ઊંડાઈ પર હતું. આ અત્યાર સુધીનો જાપાનમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ હતો અને વિશ્વનો ચોથો સૌથી મોટો ભૂકંપ હતો. ભૂકંપ પછી, પ્રશાંત મહાસાગરમાં 10 થી 40 મીટર ઊંચા સુનામી મોજા ઉભા થયા, જે દરિયાકાંઠાથી 10 કિલોમીટર અંદર સુધી પહોંચ્યા. મિયાગીના ઓનાગાવામાં 40.5 મીટર સુધીના મોજા નોંધાયા. ઘણા શહેરો 10 મિનિટમાં અને ઘણા શહેરો એક કલાકમાં દરિયાના પાણીથી ભરાઈ ગયા.